સોનિયા ગાંધીએ કહ્યું - સરકાર લોકોનો અવાજ બર્બરતાથી દબાવી રહી છે

સોનિયા ગાંધીએ કહ્યું - સરકાર લોકોનો અવાજ બર્બરતાથી દબાવી રહી છે
સોનિયા ગાંધીએ કહ્યું - સરકાર લોકોનો અવાજ બર્બરતાથી દબાવી રહી છે

સોનિયા ગાંધીએ કહ્યું - લોકતંત્રમાં લોકો પાસે હક હોય છે કે તે સરકારના ખોટા નિર્ણય સામે અવાજ ઉઠાવી શકે અને પોતાનો વિરોધ નોંધાવે

 • Share this:
  નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન (citizenship amendment act)સામે દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કૉંગ્રેસ (Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આ કાનૂન અને આ પછી દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સરકાર પર પ્રહાર કર્યો છે. દેશના નાગરિકોને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે લોકતંત્રમાં લોકો પાસે હક હોય છે કે તે સરકારના ખોટા નિર્ણય સામે અવાજ ઉઠાવી શકે અને પોતાનો વિરોધ નોંધાવે. જોકે બીજેપી સરકારે બતાવ્યું છે કે તે વિરોધનો અવાજ સાંભળવા માંગતી નથી. તે ક્રુરતાથી લોકોનો અવાજ દબાવી રહી છે.

  સોનિયા ગાંધીએ કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાનૂન ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની જેમ ફરી એક વખત એક-એક વ્યક્તિને પોતાની અને પોતાના પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે. કૉંગ્રેસ પાર્ટી દેશમાં યુવાઓ, છાત્રો અને નાગરિકો સામે બીજેપી સરકારની ક્રુરતા અને દમન પર પોતાની ઉંડી પીડા અને ચિંતા વ્યક્ત કરે છે. સરકારની વિભાજનકારી નીતિયો સામે દેશમાં શિક્ષા સંસ્થાનોમાં વિરોધ પ્રદર્શન થયા છે. લોકોને વિરોધ કરવાનો પુરો હક છે. સરકારની પણ ફરજ છે કે તે નાગરિકોની વાત સાંભળે અને તેમની ચિંતા દૂર કરે પણ બીજેપીને સરકારે લોકોનો અવાજ દબાવ્યો છે. સરકારે તેમનો અવાજ દબાવવા માટે બર્બરતાથી તાકાતનો ઉપયોગ કર્યો છે.  આ પણ વાંચો - CAA : દિલ્હીના દરિયાગંજમાં બબાલ, UPના 12 જિલ્લામાં હિંસા, 5 લોકોના મોત  સોનિયા ગાંધીએ કહ્યું હતું કે લોકતંત્રમાં તેનો સ્વિકાર નથી. કૉંગ્રેસ પાર્ટી સરકારની આ હરકતોની નિંદા કરે છે ન્યાયની લડાઇમાં નાગરિકો અને છાત્રો સાથે ઉભી છે. કૉંગ્રેસ વિશ્વાસ અપાવે છે કે અમે સંવિધાનના મૂલ્યોને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ