નવી દિલ્હી: કૉંગ્રેસ (Congress)ના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મહત્ત્વની બેઠક કરી છે. આ બેઠકમાં એ નેતાઓ પણ શામેલ છે જેમણે થોડા સમય પહેલા કૉંગ્રેસના સક્રિય નેતૃત્વ અને સંગઠનમાં ફેરફાર કરવાની માંગણી કરવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એ.કે. એન્ટોની, અંબિકા સોની, અશોક ગહલોત, પી. ચિદમ્બરમ, કમલનાથ (Kamal Nath) અને હરીશ રાવતની હાજરીમાં પત્ર લખનારા નેતાઓ સાથે સોનિયા ગાંધી મુલાકાત કરી રહ્યા છે.
સોનિયા ગાંધીના નિવાસ્થાન 10 જનપથ પર મળેલી બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર સહિત અનેક નેતા સામેલ છે. આ નેતાઓ પત્ર લખનારા 23 નેતાઓમાં શામેલ હતા. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી સાથે મુલાકાતમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ખૂબ મોટી ભૂમિકા રહી છે. કમલનાથે થોડા દિવસો પહેલા જ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ આ નેતાઓમાં સમાધાનની આશા વધી જશે.
આ પણ વાંચો:
ઓગસ્ટમાં લખ્યો હતો પત્ર
ઓગસ્ટ મહિનામાં ગુલામ બની આઝાદ, આનંદ શર્મા અને કપિલ સિબ્બલ સહિત કૉંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવાની માંગણી કરી હતી. આ પત્રને કૉંગ્રેસને અનેક નેતાઓએ પાર્ટીના નેતૃત્વ અને ખાસ કરીને ગાંધી પરિવાર સામે અવાજ ઉઠાવવાની દ્રષ્ટીએ જોયો હતો. અનેક નેતાઓએ ગુલામ નબી આઝાદ સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.
બિહાર ચૂંટણી પરિણામ પછી પણ વિરોધનો સૂર ઉઠ્યો હતો
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણી અને અમુક રાજ્યમાં પેટા-ચૂંટણીમાં કૉંગ્રેસના નિરાશાજનક દેખાવ બાદ પણ આઝાદ અને સિબ્બલે પાર્ટીની કાર્યશૈલીની ખુલ્લીને ટીકા કરી હતી અને તેમાં ફેરફારની માંગણી કરી હતી. જે બાદમાં તેઓ ફરીથી કૉંગ્રેસના નેતાઓના નિશાને આવી ગયા હતા.
પહેલી જાન્યુઆરીથી બદલાશે આ 10 નિયમ
આ મુલાકાત પહેલા કૉંગ્રેસે શુક્રવારે કહ્યુ છે કે રાહુલ ગાંધી કૉંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવા માટે ખૂબ યોગ્ય વ્યક્તિ છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે પાર્ટીના તમામ નેતા કૉંગ્રેસનો પરિવાર છે. સોનિયા ગાંધી સાથે થનારી બેઠકમાં સંગઠન સહિત અનેક મુદ્દે ચર્ચા થશે.
Published by:Vinod Zankhaliya
First published:December 19, 2020, 13:31 pm