Home /News /national-international /સુપ્રીમના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગની તૈયારી!

સુપ્રીમના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગની તૈયારી!

    સુપ્રીમ કોર્ટના ચાર સીનિયર જજ મીડિયા સામે આવ્યા બાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કાર્યશૈલી પર સવાલ ઉઠી રહ્યા છે. એવામાં વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આની કોપી એનસીપી સહિત અનેક વિપક્ષની પાર્ટીને વહેંચવામાં આવી છે.

    નોંધનીય છે કે જાન્યુઆરીમાં સીપીએમ મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે તેઓ વિવિધ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર ચર્ચા કરશે.

    સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગનો ડ્રાફ્ટ પ્રસ્તાવ એનસીપીને મળ્યો છે. એનસીપી નેતા ડીપી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 'અનેક વિપક્ષી પાર્ટીઓએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે. એનસીપી, લેફ્ટ પાર્ટીઝ અને મને એવું લાગે છે કે ટીએમસી અને કોંગ્રેસે પણ ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે.'

    તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના કામકામ, રોસ્ટર સિસ્ટમ અને કેસની વહેંચણીને લઈને થોડા મહિના પહેલા સુપ્રીમ કોર્ટના ચાર જજ મીડિયા સમક્ષ હાજર થયા હતા. જજોએ મીડિયા સામે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. લોકતંત્રના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટની અમુક વ્યવસ્થા બદલવાની જરૂરિયાત છે. આના બાદમાં અનેક પક્ષોએ સીજેઆઈની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.

    મહાભિયોગ માટે લોકસભાના 100 અને રાજ્યસભાના 50 સાંસદોનું સમર્થન જરૂરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા ન્યાયતંત્ર અને મોદી સરકાર બંને પર દબાણ લાવવા માગે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CJI, Dipak misra, Supreme Court, કોંગ્રેસ

    विज्ञापन
    विज्ञापन