સપા-બસપા ગઠબંધનથી બહાર રાખવા પર રાહુલે કહ્યું- તેમનું પૂરું સન્માન, અમે સૌને ચોંકાવીશું

રાહુલે કહ્યું કે, જરૂરી નથી કે કોંગ્રેસ એકલી ચૂંટણી લડે કે પછી સપા-બસપાની સાથે મળી, અંતિમ પરિણામો તો એક જ રહેવાનું છે- 'ભાજપ ત્યાં હારવાનું છે.'

News18 Gujarati
Updated: January 13, 2019, 8:47 AM IST
સપા-બસપા ગઠબંધનથી બહાર રાખવા પર રાહુલે કહ્યું- તેમનું પૂરું સન્માન, અમે સૌને ચોંકાવીશું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
News18 Gujarati
Updated: January 13, 2019, 8:47 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે મુકાબલા માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વચ્ચે થયેલા ગઠબંધનની ચિંતા કર્યા વગર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દેશે.

દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે, હું એસપી અને બીએસપના નેતાઓનું ખૂબ જ સન્માન કરું છું, તેઓ જે પણ કરવા માંગે છે, તેમનો તે અધિકાર છે. હવે કોંગ્રેસને યૂપીમાં એકલા ઊભા રહેવું પડશે. રાહુલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એકલા ચૂંટણી લડવા માટે મન બનાવી ચૂક્યું છે, જેના કારણે દેશનું રાજકારણના હિસાબે મહત્વપૂર્ણ માનવામાં આવતા રાજ્યમાં મુકાબલો ત્રિકોણીય થતો જોવા મળી રહ્યો છે.

રાહુલ ગાંધીએ સાથોસાથ કહ્યું કે, કોંગ્રેસની પાસે ઉત્તર પ્રદેશના લોકોને આપવા માટે ઘણું બધું છે. આ અમારી ઉપર છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને અમે કેટલી મજબૂત કરી શકીએ છીએ. અમે યૂપીમાં અમારી પૂરી ક્ષમતા સાથે લડીશું અને લોકોને સરપ્રાઇઝ આપીશું.

આ પણ વાંચો, સપા-બસપા વચ્ચે 38-38 સીટો પર સમજૂતી, ગઠબંધન વિના કોંગ્રેસના ખાતામાં અમેઠી-રાયબરેલી

સપા-બસપા ગઠબંધનમાં સામેલ ન કરવા પર કોંગ્રેસ માટે ઝટકા માનવાનો ઇન્કાર કરતાં રાહુલે કહ્યું કે, તે જરૂરી નથી કે તેમની પાર્ટી એકલી ચૂંટણી લડે કે પછી સપા-બસપાની સાથે મળી, કારણ કે અંતિમ પરિણામો તો એક જ રહેવાનું છે- 'ભાજપ ત્યાં હારવાનું છે.'

પાકિસ્તાન સાથનેના સંબંધોને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું પાકિસ્તાનની સાથે શાંતિપૂર્ણ સંબંધોની હિમાયતી છું. પરંતુ નિર્દોષ ભારતીયોનું લોહી વહેવડાવનારી હિંસા ખોટી છે. તેને સહન ન કરી શકાય.
First published: January 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...