રાહુલ ગાંધીએ કહ્યું,' મોદી સરકારના ગોટાળાની માહિતી કોંગ્રેસ પાસે છે'

News18 Gujarati
Updated: May 4, 2019, 10:48 AM IST
રાહુલ ગાંધીએ કહ્યું,' મોદી સરકારના ગોટાળાની માહિતી કોંગ્રેસ પાસે છે'
કોંગ્રેસ અધ્યધ રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતેથી એક પત્રકાર પરિષદ સંબોધી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધની કહ્યું કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે, પીએમનો ઢાંચો ખોખલો થઈ ગયો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ રાફેલ, સર્જિકલ સ્ટ્રાઇક, ચોકીદાર ચોર હે, ચૂંટણી પંચ, ભ્રષ્ટાચાર અને નવી સરકાર વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે મેં સુપ્રીમ કોર્ટની ટીપ્પણીના મુ્દે માફી માંગી છે પરંતુ ચોકીદાર ચોર છે.  તેમણે કહ્યું કે અમે ચૂંટણી જીતી રહ્યાં છે અને નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા  છે. દેશમાં આગામી 10-15 દિવસમાં ખોખલો થઈ ગયેલો વડાપ્રધાન મોદીનો ઢાંચો ખડી પડશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારના બીજા કેટલાક ગોટાળા પણ સામે આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી પાસે મોદી સરકારના ગોટાળાની માહિતી છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “ મોદી ચૂંટણી હારી રહ્યાં છે. કોંગ્રેસ એક વર્ષમાં 22 લાખ લોકોને  નોકરી આપશે. અમે સેનાનું રાજનીતિકરણ નથી કર્યુ, 'ચોકીદાર ચોર છે એ સત્ય છે. રોજગાર અંગે વડાપ્રધાન કઈ પણ બોલી રહ્યાં નથી. વડાપ્રધાન પાસે કોઈ એક્સપર્ટ નથી અને તેઓ પોતાના એક્સપર્ટનો કોઈ પ્રયોગ નથી કરી રહ્યાં મને 5 મિનિટ આપો અને 10 મિનિટ આપો હું ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરી લઈશ”

આ પણ વાંચો :  ગંભીરનો કેજરીવાલ પર હુમલો કહ્યું,'CMની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે'

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે  ચૂંટણી પછી નક્કી કરીશું કે કોણ વડાપ્રધાન બનશે, હાલમાં અમે  નરેન્દ્ર મોદીને હરાવા જઈ રહ્યાં છે. આખા દેશમાં અન્ડર કરન્ટ છે. અમે કો ઓપરેટ કરીને કામ કરી રહ્યાં છે. ભાજપના પ્રચારમાં કોઈ અભિયાન નથી તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને હવે વિકાસ પર ઉતરી આવ્યા છે. વડાપ્રધાનને જ્યારે બેરોજગારની વાત કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ જવાબ આપતા નથી. મેં સુપ્રીમ કોર્ટની માફી માંગી પણ ચોકીદાર ચોર છે”

રાહુલે ઉમેર્યુ કે ન્યાય  યોજના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે.  તેમણે કહ્યું અમારો નારો છે કે '72 હજાર ગરીબી પર વાર ટપહેલી વાર કોઈ યોજના દુનિયાના ખૂણામાં પહોંચી છે. દેશ સામે આર્થિક ભીંસ છે. જે સ્થિતિ 1991માં હતી એ જ સ્થિતી આજે છે. ન્યાય યોજના અંદર ઘૂસી ગઈ છે.

આ પણ વાંચો : PMએ કોંગ્રેસને લીધુ નિશાને, બોલ્યા - IPL થશે, ગોળી ચલાવશો તો મોદી ગોળો ચલાવશેઆતંકવાદ અને  મસુદ અઝહરના મુદ્દે રાહુલે કહ્યું કે  મસુદ અઝહર અને  પાકિસ્તાન સામે ભાજપ ઝૂકી ગયો હતો. કોંગ્રેસે કોઈ આતંકવાદીને પાકિસ્તાન નથી મોકલ્યો. અમે નરેન્દ્ર મોદી કરતાં વધારે ઘણી સારી રીતે આતંકવાદ મુદ્દે લડીશું. સર્જિકલ સ્ટ્રાઇક સેના કરી નરેન્દ્ર મોદીએ નહીં. ચૂંટણી પંચ ભાજપના મુદ્દે ચૂંટણી પંચ કઈ કરતું નતી. વિરોધ પક્ષના નેતાઓને ચૂંટણી પંચ

આગામી વડાપ્રધાન અંગે રાહુલે કહ્યું કે દેશના  લોકો નક્કી કરશે વડાપ્રધાન કોણ બનશે, જે લોકો નક્કી કરશે તેને હું સ્વીકારશ. દેશની સૈવિધાનીક સંસ્થાઓ પર આક્રમણ થઈ રહ્યું છે તેવામાં હવે વડાપ્રધાન મોદીનો ઢાંચો ખોખલો થઈ ગયો છે, અમે તેને ખત્મ કરી નાંખ્યો  છે. ચોકીદારના મુદ્દે રાહુલ ફરી એક વાર કહ્યું હતું કે  તમે પત્રકાર લોકો  જ મારા કાનમાં આવીને કહી જાવ  છો કે  ચોકીદાર ચોર છે
First published: May 4, 2019, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading