ન્યૂઝ 18 ગુજરાતી : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા વારાણસીથી પીએમ મોદી સામે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. આવતીકાલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ પહેલાં એવી અટકળો હતી કે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડરા પીએમ સામે ઝંપલાવશે. જોકે, આ અટકળોની વચ્ચે કોંગ્રેસે ગત ચૂંટણીમાં પીએમ મોદી સામે લડનારા અજય રાયને જ ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
અજય રાયે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે વારાણસીથી ચૂંટણી લડશે અને પ્રિયંકા તેમના માટે ચૂંટણી પ્રચાર કરશે. ટિકિટ મળ્યા બાદ અજય રાયે કહ્યું, “ હું ક્યારેય પ્રજા સામે ખોટું બોલતો નથી. વારાણસીની પ્રજા ભાજપને જવાબ આપશે. પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના છે તેવી ચર્ચા મેં પણ સાંભળી હતી જોકે, મને હમણા જ સૂચના આપવામાં આવી છે કે મારે ચૂંટણી લડ઼વાની છે.રાયે જણાવ્યું હતું કે ટિકિટની વહેંચણીનો નિર્ણય તો પક્ષનું મોવડી મંડળ જ કરે છે પરંતું વારાણસીના તમામ કાર્યકર્તાઓ પ્રિયંકા ચૂંટણી લડે તેના માટે તૈયાર હતા.
હવે કોંગ્રેસે અજય રાયને ઉમેદવાર તરીકે જાહેર કરતા વારાણસી લોકસભાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી સામે અજય રાય કોંગ્રેસમાંથી અને સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે શાલિી યાદવને મેદાને ઉતાર્યા છે.
1991 બાદ ફક્ત 2004માં ભાજપ આ બેઠક પર હાર્યુ હતું એ સીવાય આ બેઠકને ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. વર્ષ 2009ની ચૂંટણીમાં ભાજપના કદ્દાવર નેતા મુરલી મનોહર જોષી ફક્ત 17 હજાર વોટની સરસાઈથી જીત્યા બતા. વર્ષ 2014માં આ બેઠક પર પીએમ મોદી સામે આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલ મેદાને હતા ત્યારે બીજા ક્રમે અરવિંદ કેજરીવાલ અને ત્રીજા ક્રમે અજય રાયને વોટ મળ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર