Home /News /national-international /કોંગ્રેસને 2024ની લડાઈ માટે મળ્યું નવું 'શસ્ત્ર' - એક ચૂંટણી રણનીતિકાર, પાર્ટીએ બનાવ્યું ટાસ્ક ફોર્સ સમૂહ

કોંગ્રેસને 2024ની લડાઈ માટે મળ્યું નવું 'શસ્ત્ર' - એક ચૂંટણી રણનીતિકાર, પાર્ટીએ બનાવ્યું ટાસ્ક ફોર્સ સમૂહ

50 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 50% પ્રતિનિધિત્વ

Politics News : કોંગ્રેસ પાર્ટી (Congress) એ કહ્યું કે, આ ટાસ્ક ફોર્સ 'ઉદયપુર નવસંકલ્પ'ની જાહેરાતો અને ચિંતન શિબિર માટે રચાયેલા છ સંકલન જૂથના અહેવાલ પર આગળ વધશે.

નવી દિલ્હી. કોંગ્રેસે (Congress) મંગળવારે ઉદયપુર (Udaypur) ચિંતન શિબિરમાં લીધેલા નિર્ણયોને લાગુ કરવા માટે આઠ સભ્યોની 'ટાસ્ક ફોર્સ-2024'ની રચના કરી હતી, જેમાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ આઠ સભ્યોના રાજકીય બાબતોના જૂથની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. 2 ઓક્ટોબરથી કોંગ્રેસની પ્રસ્તાવિત 'ભારત જોડો યાત્રા'નું સંકલન કરવા માટે એક સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રુપની પણ રચના કરવામાં આવી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષે આ મહત્વપૂર્ણ જૂથોની રચના કરી હતી.

પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, જયરામ રમેશ, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે. સી. વેણુગોપાલ, અજય માકન, રણદીપ સુરજેવાલા અને ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કંગોલુ. કોંગ્રેસનું કહેવું છે કે, કાર્યદળના દરેક નેતાને સંગઠન, સંદેશાવ્યવહાર અને મીડિયા, સંપર્ક, નાણાં અને ચૂંટણી પ્રબંધન સંબંધિત વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. દરેકની એક ટીમ પણ તેમની સાથે કામ કરશે, જેને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે.

'G23'ના બે મહત્વના સભ્યોને પણ ગ્રુપમાં સ્થાન મળ્યું છે

પાર્ટીએ કહ્યું કે, આ ટાસ્ક ફોર્સ 'ઉદયપુર નવસંકલ્પ'ની જાહેરાતો અને ચિંતન શિબિર માટે રચાયેલા છ સંકલન જૂથના અહેવાલ પર આગળ વધશે. રાજકીય બાબતોના જૂથમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ કોંગ્રેસના G23 ના બે મુખ્ય સભ્યો, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા અંબિકા સોની, દિગ્વિજય સિંહ, વેણુગોપાલ અને જિતેન્દ્ર સિંહને આ જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે.

'ભારત જોડો યાત્રા' માટે રચાયેલા ગ્રુપમાં આ નેતાઓનો સમાવેશ

સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રુપમાં દિગ્વિજય સિંહ, સચિન પાયલટ, શશિ થરૂર, રવનીત સિંહ બિટ્ટુ, કે.જે. જ્યોર્જ, જ્યોતિ મણિ, પ્રદ્યુત બરદાલોઈ, જીતુ પટવારી અને સલીમ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે. 'ભારત જોડો યાત્રા'ના સંકલન માટે રચાયેલા આ જૂથમાં સામેલ ઘણા નેતાઓને કોંગ્રેસના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ કહે છે કે, ટાસ્ક ફોર્સના દરેક સભ્ય અને કોંગ્રેસના "ફ્રન્ટલ" સંગઠનોના વડાઓ - યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળ - જૂથમાં જોડાશે.

કોંગ્રેસે 'ઉદયપુર નવસંકલ્પ' બહાર પાડ્યો હતો

ઉદયપુરમાં 13-15 મેની ચિંતન શિબિર બાદ કોંગ્રેસે 'ઉદયપુર નવસંકલ્પ' જાહેર કર્યો હતો. જેમાં કોંગ્રેસ સંગઠનમાં અનેક મોટા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 'એક પરિવાર, એક ટિકિટ'ની પ્રણાલી સૌથી વધુ છે, જો કે તેની સાથે એવી શરત પણ મૂકવામાં આવી છે કે, પરિવારની અન્ય કોઈ વ્યક્તિને ત્યારે જ ટિકિટ મળશે, જ્યારે તેણે સંગઠનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કર્યું હોય.

આ પણ વાંચોFamous transgenders of India : કોઈ જજ તો કોઈ પોલીસ ઓફિસર, ભારતના 8 ટ્રાન્સજેન્ડરોએ મુશ્કેલ જીવન છતાં મેળવ્યું મોટુ પદ

50 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 50% પ્રતિનિધિત્વ

પાર્ટીએ સંગઠનમાં દરેક સ્તરે 50 વર્ષથી ઓછી વયના લોકોને 50 ટકા પ્રતિનિધિત્વ આપવા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને લઘુમતીઓને સમાન પ્રતિનિધિત્વ આપવા અને રાજ્ય કક્ષાએ રાજકીય બાબતોની સમિતિઓ (પીએસી) બનાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે 'પબ્લીક ઈનસાઈડ વિભાગ', 'રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થાન' અને 'ચૂંટણી વ્યવસ્થાપન વિભાગ'ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસે ટાસ્ક ફોર્સની રચના કરવાનો અને સુધારાના અમલીકરણ માટે સલાહકાર જૂથ બનાવવાનો પણ નિર્ણય લીધો હતો.
First published:

Tags: Congress Gujarat, Congress News, Congress party, Congress president, Congress president rahul gandhi