રામ મંદિરના શિલાન્યાસ પર રાહુલ ગાંધી બોલ્યા- 'રામ પ્રેમ છે, ધૃણામાં ક્યારેક પ્રગટ ન થઈ શકે'

News18 Gujarati
Updated: August 5, 2020, 2:31 PM IST
રામ મંદિરના શિલાન્યાસ પર રાહુલ ગાંધી બોલ્યા- 'રામ પ્રેમ છે, ધૃણામાં ક્યારેક પ્રગટ ન થઈ શકે'
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન મોદી (PM Modi)એ બુધવારે અયોધ્યામાં વિધિવત રીતે ભૂમિ પૂજન (Ram Temple Bhumi Pujan) રક્યા બાદ મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મૂકી હતી. રામ મંદિરના શિલાન્યાસ અંગે રાષ્ટ્રપતિથી લઈને અનેક લોકોએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે.

  • Share this:
નવી દિલ્હી : રામની નગરી અયોધ્યા (Ayodhya Ram Mandir)માં આજે ઇતિહાસ રચાયો હતો. અનેક વર્ષોની રાહ જોયા બાદ આજે મંદિર નિર્માણનું કામ શરૂ થયું છે. પીએમ મોદીએ આજે રામ મંદિર (Ram Temple) ની આધારશિલા મૂકી હતી. વડાપ્રધાન મોદી (PM Modi)એ આજે વિધિવત રીતે ભૂમિ પૂજન (Ram Temple Bhui Pujan) કર્યા બાદ મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મૂકી હતી. રામ મંદિરના શિલાન્યાસ અંગે રાષ્ટ્રપતિથી લઈને અનેક લોકોએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. આ પ્રંસગે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે.

રામ મંદિરની આધારશિલા મૂકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, "મર્યાદા પુરુષોત્તમ રામ સર્વોત્તમ માનવીય ગુણોના સ્વરૂપ છે. તેઓ આપણા મનના ઉંડાણમાં રહેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે. તેઓ ક્યારેય ધૃણામાં પ્રગટ ન થઈ શકે. રામ કરુણા છે. તેઓ ક્યારેય ક્રૂરતામાં પ્રગટ ન થઈ શકે. રામ ન્યાય છે. તેઓ ક્યારેય અન્યાયમાં પ્રગટ ન થઈ શકે."

(આ પણ વાંચો : બાબરી મસ્જિદ હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે, દિલ તોડવાની જરૂર નથી : AIMPLB)

રાહુલ ગાંધીનું ટ્વિટ

નોંધનીય છે કે અયોધ્યામાં પીએમ મોદીએ આજે રામ મંદિરની પ્રથમ ઇંટ મૂકી હતી. આ સાથે જ ભૂમિ પૂજન સંપન્ન થયું હતું. નવ શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. વચ્ચે જે શીલા છે તે કૂર્મ શિલા છે. આ શિલાની બરાબર ઉપર રામલલા વિરાજમાન છે.
Published by: Vinod Zankhaliya
First published: August 5, 2020, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading