અમિત શાહ વિરુદ્ધ રાજસ્થાનમાં ચૂંટણી પંચમાં કેમ ફરિયાદ થઇ ?

અમિત શાહ (ફાઇલ ફોટો)

કોંગ્રેસે રાજસ્થાન અર્બન ડેવલેપમેન્ટ અને હાઉસીંગ મંત્રી શ્રીચંદ ક્રિપલાની અને ભાજપનાં ધારાસભ્ય રામહેત યાદવ સામે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે.

  • Share this:
    કોંગ્રેસ રાજસ્થાનમાં ભાજપ પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસ એવો આક્ષેપ કર્યો છે કે, અમિત શાહે તેમના પક્ષનાં કાર્યકરોને વિરોધપક્ષનાં કાર્યકરો વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.

    રાજસ્થાનમાં હાલ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. અમિત શાહે રાજસ્થાનમાં બિકાનેરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

    કોંગ્રેસે રાજસ્થાન અર્બન ડેવલેપમેન્ટ અને હાઉસીંગ મંત્રી શ્રીચંદ ક્રિપલાની અને ભાજપનાં ધારાસભ્ય રામહેત યાદવ સામે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે.

    કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાન સરકારનાં મંત્રી અને એક ધારાસભ્યએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરનાં રોજ મતદાન છે.

    રાજસ્થાન કોંગ્રેસનાં પ્રવક્તા સુશીલ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપનાં ઉમેદવાર નિમ્બાહેરાએ લોકોની સંવેદના જીતવા માટે એવું કહ્યું હતું કે, જો તમે મને મત નહી આપો તો હું આત્મહત્યા કરીશ.”

    શર્માએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે રાજસ્થાન સરકારમાં ફરજ બજાવતા અધિકારી રાજેશ ચૌહાણ સામે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી.
    રાજેશ ચૌહાણનાં પત્નિ શોભા ચૌહાણ ભાજપની ટિકીટ પર સોજાત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આથી, તે આચારસંહિતાનો ભંગ કરે છે અને ભાજપનાં કાર્યકર તરીકે વર્તે છે.
    Published by:Vijaysinh Parmar
    First published: