ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની મિનિમ બેઝિક ઇન્કમની સ્કિમની ટીકા કરી છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજી અને આક્ષેપ મૂક્યો છે કે કોંગ્રેસ ગરીબી હટાવોના નામે ધંધો કરે છે. જેટલીના મતે કોંગ્રેસ સાત દાયકાથી દેશને ગરીબી હટાવોના નામે દગો કરતી આવી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે સોમવારે જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશના 20 ટકા ગરીબ પરિવારોને મિનિમમ બેઝિક ઇનકમ પ્લાન અંતર્ગત વાર્ષિક રૂપિયા 72,000ની સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું, આ યોજનાથી 25 કરોડ લોકોને સીધો ફાયદો મળશે.
જેટલીએ રાહુલ ગાંધીની યોજના પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે કોંગ્રેસ જે વાયદો કરી રહી છે તે વડાપ્રધાન મોદી પહેલાં જ દેશના ગરીબોને આપી ચુક્યા છે તેમણે કહ્યું, ' કોંગ્રેસનો ઇતિહાસ જ ગરીબી હટાવો પર છે. કોંગ્રેસ ગરીબી હટાવોના નામે ધંધો કરતી આવી છે. વર્ષ 1971મા તો ઇન્દિરા ગાંધીનો મુખ્ય નારો જ હતો ગરીબી હટાવો પણ શું થયું? રોજગારીનું નિર્માણ કરવાની તેમની નીતિ જ નથી. તેમના કાર્યકાળમાં ઉલ્ટાની ગરીબીનું વિસ્તરણ જ થયું હતું. ”
In the last 5 years, the govt. headed by PM @narendramodi introduced DBT through banks. Besides subsidies for food, fertilizer, kerosene, 55 Ministries handed over subsidies to the poor through the DBT which was enabled by AADHAAR. pic.twitter.com/29SQfsaR2J
જેટલીએ રાહુલની યોજનાને ખોખલી ગણવતા કહ્યું હતું કે પાછલા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે ડીબીટીના માધ્યમથી લોકોને સીધો ફાયદો પહોંચાડ્યો છે, તેમણે કહ્યું, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા એલાન કરતાં 1.5 ગણો વધારે ફાયદો અમે ગરીબોને આપી રહ્યાં છે.
જેટલીએ કહ્યું, “ 10 વર્ષના UPAના સાશનમાં પણ કેવી રીતે છલકપટ થતું હતું તે લોકો જાણે છે. કોંગ્રેસે 70 હજાર કરોડ દેવુ માફ કરવાનો વાયદો કર્યો અને માફ કર્યા 52 હજાર કરોડ બાકીના પૈસા ક્યાં ગયા તેના વિશે CAGએ કહ્યું છે, મનરેગામાં પણ આવું જ થયું હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર