કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : ખેડૂતો માટે હશે અલગથી બજેટ

News18 Gujarati
Updated: April 2, 2019, 2:19 PM IST
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : ખેડૂતો માટે હશે અલગથી બજેટ
કોંગ્રેસે 2019 માટે મેનિફેસ્ટો જાહેર કર્યો.

ઢંઢેરો જાહેર કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઢંઢેરા પર એક વર્ષ સુધી કામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ ઢંઢેરો બંધ રૂમમાં ન બનાવવાના બદલે તેમાં લોકોની આશાઓ સામેલ કરી હતી.

  • Share this:
નવી દિલ્હી :  કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં સેનાનું આધુનિકરણ, રાઇટ ટૂ ફ્રી હેલ્થકેર, પ્રદૂષણ મુદ્દાઓ અંગે પણ કોંગ્રેસે વચન આપ્યું છે કે તે આના પર કામ કરશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું શીર્ષક છે, "Congress Will Deleiver." એટલે કે અમે જે કહીશું તે કરીશું.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "કોંગ્રેસની સરકારમાં ખેડૂતો માટે અલગથી બજેટ હશે. ખેડૂતોને એ વાતની જાણ હશે કે તેના પાક માટે કેટલી રકમ મળશે. ટેકાનો ભાવ શું હશે. આ ઉપરાંત જો કોઈ ખેડૂત ખેતી માટે લીધેલી લોન નહીં ચુકવી શકે તો તેને હાલમાં ક્રિમિનલ ઓફેસન્સ ગણવામાં આવે છે. અમે તેમાં બદલાવ કરીને ખેડૂતોના આવા ગુનાઓને સિવિલ ઓફેન્સ ગણીશું. આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ ગરીબોને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ગેરન્ટી આપવામાં આવે છે. લઘુત્તમ રોજગારીના દિવસો વધારીને 100માંથી 150 કરવામાં આવશે."

આ પણ વાંચો : કોંગ્રેસનો વાયદો- 2020 સુધી 22 લાખ ખાલી સરકારી પદો પર થશે ભરતી


ઢંઢેરો જાહેર કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઢંઢેરા પર એક વર્ષ સુધી કામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ ઢંઢેરો બંધ રૂમમાં ન બનાવવાના બદલે તેમાં લોકોની આશાઓ સામેલ કરી હતી. ઢંઢેરામાં જાહેર કરવામાં આવેલી તમામ વાતો વાસ્તવિક છે. આ પહેલાની સરકારે અનેક વચનો આપ્યો હતા. દરરોજ નવા નવા અસત્યો સાંભળવામાં મળતા હતા. અમારો ઢંઢેરો વાસ્તવિક છે.

દેશની રાજધાની નવી દિલ્હી ખાતે આવેલી કોંગ્રેસની ઓફિસના મુખ્ય પરિસરમાં ચૂંટણી ઢંઢેરાની જાહેરાત વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા એકે એન્ટની, પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત, લોકસભાના પૂર્વ સ્પિકર મીરા કુમાર, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ, આનંદ શર્મા, સુશીલ કુમાર શિંદે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હાજર હતા.
First published: April 2, 2019, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading