Home /News /national-international /Assembly Election Results: 5 રાજ્યોમાં મળેલી હાર બાદ હાંસિયામાં આવેલી કોંગ્રેસની નજર હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર

Assembly Election Results: 5 રાજ્યોમાં મળેલી હાર બાદ હાંસિયામાં આવેલી કોંગ્રેસની નજર હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર

પક્ષ પર જૂથવાદ અને સન્માનના અભાવનો આરોપ લગાવીને નેતાઓ સતત પક્ષ છોડી રહ્યા છે. (ફાઇલ ફોટો)

Congress: દેશના નકશા પરથી કોંગ્રેસ સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની પોતાની સરકાર છે. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ ઝારખંડમાં જેએમએમ સરકારની સહયોગી છે. ડીએમકે તમિલનાડુમાં રાજકીય સાથી છે, પરંતુ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળના મંત્રાલયનો ભાગ નથી.

વધુ જુઓ ...
પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ (Congress)માં હડકંપ મચી ગયો છે. પાર્ટીના ઘણા નારાજ નેતાઓએ હવે જૂના દિગ્ગજો સામે મોરચો ખોલ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે સંગઠનમાં ફેરફારની સાથે સાથે પાર્ટીની નજર હિમાચલ પ્રદેશ અને ગુજરાત  (Gujarat Assembly Election)પર ટકેલી છે. આ બે રાજ્યોમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. જોકે હવે દેશમાં માત્ર બે રાજ્યોમાં કોંગ્રેસની પોતાની સરકાર છે. અન્ય રાજ્યોમાં પાર્ટીએ શાસક પક્ષને સમર્થન આપ્યું છે.

દેશના નકશા પરથી કોંગ્રેસ સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની પોતાની સરકાર છે. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ ઝારખંડમાં JMM સરકારની સહયોગી છે. DMK તમિલનાડુમાં રાજકીય સાથી છે, પરંતુ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળના મંત્રાલયનો ભાગ નથી.

કોંગ્રેસની સ્થિતિ

દેશના રાજકીય મંચ પર કોંગ્રેસની હાલત પહેલાથી જ ખરાબ હતી. પરંતુ હવે પાંચ રાજ્યોમાં મળેલી કારમી હારે પાર્ટીને રાજકીય હાંસિયામાં ધકેલી દીધી છે. ગોવા અને ઉત્તરાખંડમાં બીજેપીએ તેમના સપનાને ચકનાચૂર કરી દીધું છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીના ઝાંડુએ કોંગ્રેસનો સફાયો કર્યો છે. કોંગ્રેસ પાસે હવે લોકસભામાં માત્ર 53 સાંસદો છે. જ્યારે રાજ્યસભામાં સાંસદોની સંખ્યા પણ સતત ઘટી રહી છે.

આ પણ વાંચો- પંજાબમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

ઝટકા પર ઝટકા મળ્યા

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ડિસેમ્બર 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે છત્તીસગઢ, એમપી અને રાજસ્થાનમાં જીત મેળવી હતી. જેથી તેમને આશાઓ જાગી હતી પરંતુ ફરી એકવાર પાર્ટીને ઝટકા મળવા લાગ્યા છે. મધ્યપ્રદેશમાં સત્તા છીનવાઈ ગઈ છે. કર્ણાટકમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો- અમદાવાદમાં મહિલાએ જાહેરમાં એક વ્યક્તિને મારી દીધી છરી, મહિલાની હરકતથી મચ્યો ચકચાર

ગુજરાત અને હિમાચલમાં શું થશે?

પંજાબમાં AAPની જીત બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી કોંગ્રેસને બદલીને રાષ્ટ્રીય સ્તરે મુખ્ય વિપક્ષી પાર્ટી બનવાનું સપનું જોઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ગત વખતે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. આ સિવાય હિમાચલમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સારી જીત મળી હતી. આ ઉપરાંત પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.
First published:

Tags: BJP Vs Congress, Congress chief, Congress Gujarat, Congress party, Gujarat Congress CM Face-2022, Priyanka gandhi, Rahul gandhi latest news

विज्ञापन