યૂપી જીતવા માટે મહારાષ્ટ્રમાં સપા-બસપાને કોંગ્રેસ આપી રહી છે લાલચ!
માયાવતી, સોનિયા ગાંધી, અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં બસપા ભલે લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ જીતી ન શકી પરંતુ પાર્ટીએ ખૂબ જ વોટ મેળવ્યા હતા.જો આ વખતે કોંગ્રેસ બસપાને વિદર્ભની એક સીટ આપી દે તો ખૂબ જ સમસ્યા સર્જાઈ શકે છે.
ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસ અને એનસીપીના વરિષ્ટ નેતાઓ રવિવારે મુંબઈમાં મહારાષ્ટ્રમાં સબા-બસપા સાથે બેઠકોની વહેંચણી માટે મુલાકાત કરશે. આ નેતાઓના મગજમાં મહારાષ્ટ્રના દલિતો અને મુસ્લિમોને ફોસલાવાની ગણતરી નથી પરંતુ મહારાષ્ટ્રમાં સપા-બસપાને ફોસલાવીને એક બેઠક આપી કોંગ્રેસ ઉત્તર પ્રદેશ પર નિશાન તાકી રહ્યું છે. જો આ રણનીતિ કારગર પુરવાર થાય તો વિદર્ભના દલિત વોટમાં વિભાજન કરવામાં સફળતા મળી શકશે.
હકીકતે બસપાએ મહારાષ્ટ્રમાં જોરશોરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં પક્ષના નેતા વિરેન્દ્ર સિંહ જણાવ્યું હતું કે બસપાએ ઓછામાં ઓછી 15 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે, હજુ સુધી તેમણે એક પણ સીટ જીતી નથી.
મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરના પક્ષ 'વંચિત બહુજ અગડી'ને પણ ભૂલવી જોઈએ નહીં. આંબેડકરે કોંગ્રેસ અને ભાજપની વિરુદ્ધ એક વિકલ્પ તૈયાર કર્યો છે. અસદુદ્દીન ઓવેસીની આગેવાની વાળી આઈએમઆઈએમના સમર્થનમાં એસટી, ઓબીસી અને મુસ્લિમ વોટોને એક સાથે તેઓ લેવા માંગે છે.
બસપા ભલવે વર્ષ 20009માં એક પણ સીટ જીતી શકી નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પાર્ટીએ ઢગલાના મોઢે વોટ મેળવ્યા હતા. કોંગ્રેસ પક્ષને જો વિદર્ભની એક સીટ આપી દે તો ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે .જોકે, મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રીએ સીએનએનને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અને વિદર્ભમાં ભાજપ તૈયાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર