Home /News /national-international /કોંગ્રેસનો દાવો- RBIની ઇચ્છા વિરુદ્ધ મોદી સરકારે જબરદસ્તી લાદી હતી નોટબંધી

કોંગ્રેસનો દાવો- RBIની ઇચ્છા વિરુદ્ધ મોદી સરકારે જબરદસ્તી લાદી હતી નોટબંધી

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

કોંગ્રેસનો દાવો છે કે 26 મહિના બાદ આરટીઆઈ દ્વારા નોટબંધી મુદ્દે થયેલી બેઠકની વિગતો પાર્ટી પાસે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસે નોટબંધી અંગે મોટો દાવો કરતા જણાવ્યું હતું કે નોટબંધીની જાહેરાત અગાઉ આરબીઆઈએ મોદી સરકારની દલીલોને નકારી દીધી છે. કોંગ્રેસે કહ્યું હતું કે નોટબંધીના 26 મહિના બાદ આરટીઆઈ દ્વારા નોટબંધી બાદની બેઠકની વિગતો તેમને મળી છે.

    કોંગ્રેસે કહ્યું કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની દલીલી હોવા છતાં મોદી સરકારે જબરદસ્તી નોટબંધી લાદી હતી. કેન્દ્રીય બોર્ડની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કાળું નાણું રોકવા માટે જે કારણો આપ્યા હતા તે આરબીઆઈએ નકારી દીધા હતા, તેમ છતાં નોટબંધી લાદવામાં આવી હતી.

    આ પણ વાંચો: NDA કે UPA બંનેમાંથી એક પણ પક્ષને લોકસભામાં બહુમતી નહીં મળે: સરવે

    કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરબીઆઈના કેન્દ્રીય બોર્ડ અંગે આરટીઆઈ દ્વારા મળેલી માહિતીને ટાંકીને કહ્યું, “લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બની તો નોટબંધી બાદ જે કોઈ ગોટાળા થયા છે તેની તપાસ કરવામાં આવશે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર થઈ હતી તેના કેટલાક કલાક પહેલાં આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની બેઠક થઈ હતી.

    આ પણ વાંચો: ચૂંટણી પ્રચાર દરમિયાન ફક્ત PM જ કેમ સરકારી વિમાનનો ઉપયોગ કરી શકે છે?

    આ બેઠકમાં શું થયું તે કોઈને ખબર નથી. RBIના ગવર્નર સંસદની સમિતિ પાસે આવ્યા અને ત્રણ બેઠકોમાં તેમણે જણાવ્યું નહીં કે એ બેઠકમાં શું થયું હતું. હવે 26 મહિના બાદ આરટીઆઈ દ્વારા આ વિગતો જાણવા મળી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: આરબીઆઇ, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन