કોંગ્રેસે UPA સરકારમાં થયેલી 6 સર્જિકલ સ્ટ્રાઇકનું લિસ્ટ જાહેર કર્યું

News18 Gujarati
Updated: May 2, 2019, 4:44 PM IST
કોંગ્રેસે UPA સરકારમાં થયેલી 6 સર્જિકલ સ્ટ્રાઇકનું લિસ્ટ જાહેર કર્યું
પ્રતિકાત્મક તસવીર

પૂર્વ વડાપ્રધાન મનમહોન સિંહના સર્જિકલ સ્ટ્રાઇકના દાવા બાદ કોંગ્રેસે 6 સર્જિકલ સ્ટ્રાઇકની યાદી જાહેર કરી છે

  • Share this:
પૂર્વ વડાપ્રધાન મનમહોન સિંહના સર્જિકલ સ્ટ્રાઇકના દાવા બાદ કોંગ્રેસે 6 સર્જિકલ સ્ટ્રાઇકની યાદી જાહેર કરી છે. જેમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઇક 19 જુન 2008માં, બીજી 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે, ત્રીજી 6 જાન્યુઆરી 2013, ચોથી 27-28 જુલાઇ 2018 વચ્ચે, પાંચમાં 6 ઓગસ્ટ 2013 અને છઠ્ઠી 23 ડિસેમ્બર 2013માં કરવામાં આવી હતી.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના શૌર્યનો ઉપયોગ કરી મતની રાજનીતિ કરી રહ્યું છે. બુધવારે પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ કહ્યું હતું કે અમારા કાર્યકાળ દરમિયાન પણ અનેક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. અમે રણનીતિક રીતે અને તેનો ઉપયોગ દુશ્મનને જડબાતોડ જવાબ આપ્યો નહીં કે ચૂંટણી દરમિયાન મત આપવા માટે.

અહીં ક્લિક કરી વાંચોઃ દાદી ઈન્દિરાને વાઘથી હતો પ્રેમ, આજે કોબ્રા સાથે રમતી જોવા મળી પૌત્રી પ્રિયંકા

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અનેક મંચ પરથી કહી ચૂક્યા છે કે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન અનેક વખત સર્જિકલ સ્ટ્રાઇક થઇ ચૂકી છે. જો કે પ્રથમવખત પૂર્વ પીએમ મનમોહન સિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર કોઇ ટિપ્પણી કરી છે.

મનમોહનસિંહે કહ્યું હતું કે છેલ્લા 70 વર્ષમાં સરકારને ક્યારે પણ અમારા સશસ્ત્રદળની વીરતા પાછળ છૂપાવવાની જરૂર નથી પડી. મોદી સરકાર આવું પોતાની અસફળતા છૂપાવવા માટે કરી રહી છે.
First published: May 2, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading