Congress Chintan Shivir: કોંગ્રેસમાં થઇ શકે છે ‘એક પરિવાર-એક ટિકિટ’ નિયમની ફરી વાપસી, ચિંતન શિબિર પર નજર
Congress Chintan Shivir: કોંગ્રેસમાં થઇ શકે છે ‘એક પરિવાર-એક ટિકિટ’ નિયમની ફરી વાપસી, ચિંતન શિબિર પર નજર
પાર્ટી પોતાના ચૂંટણી ભાગ્યને ફરીથી પુર્નજિવિત કરવા માટે રણનીતિ બનાવવાના ઉદ્દેશ્યથી સપ્તાહના અંતમાં બેઠક થવાની છે (તસવીર - રાહુલ ગાંધી ફેસબુક)
Congress chintan shivir In udaipur - આ ભલામણો પર પાર્ટીના નેતા 13 થી 15 મે સુધી રાજસ્થાનના ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિરમાં વિચાર કરશે અને અંતિમ નિર્ણય કરશે
નવી દિલ્હી : રાજસ્થાનના (Rajasthan)ઉદયપુરમાં કોંગ્રેસની (Congress) યોજાનારી ચિંતન શિબિરમાં (Congress Chintan Shivir)એક પરિવાર-એક ટિકિટ નિયમ પર ફરીથી ચર્ચાનો વિષય બની શકે છે. પાર્ટી પોતાના ચૂંટણી ભાગ્યને ફરીથી પુર્નજિવિત કરવા માટે રણનીતિ બનાવવાના ઉદ્દેશ્યથી સપ્તાહના અંતમાં બેઠક થવાની છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે શુક્રવારથી શરુ થઇ રહેલી ત્રણ દિવસીય ચિંતન શિબિર પહેલા સોમવારે દિલ્હીમાં સોનિયા ગાંધીના (Sonia Gandhi)નેતૃત્વમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની (Congress Working Committee)બેઠકમાં જે પ્રસ્તાવો પર ચર્ચા થઇ હતી તેમાં આ એક નિયમ પણ હતો. એનડીટીવીએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી હતી.
જો ચિંતિન શિબિરમાં અને રવિવારે સીડબલ્યુસીની એક અન્ય બેઠકમાં આ નિયમને મંજૂરી આપવામાં આવે તો પણ ગાંધી પરિવાર પર લાગુ થઇ શકે નહીં. તો તેમણે સંભવિત રૂપથી આ ભાજપાના હુમલાને રોકવાની આશાને ધુમિલ કરી રહ્યું છે, જે કોંગ્રેસને એ કહીને ભડકાવે છે કે તેમના માટે પરિવાર પહેલા છે. એક નેતાએ કહ્યું કે પાર્ટી સામૂહિક નિર્ણય લેવા માટે એક સંસદીય બોર્ડના પુનરુદ્ધારની શરૂઆત પણ કરી શકે છે. આ સાથે 2024ની ચૂંટણીમાં ભાજપા અને ધ્રુણાની રાજનીતિનો મુકાબલો કરવા માટે બધા વિપક્ષી દળો સાથે ગઠબંધન કરવાનું આહ્વવાન કરવામાં આવ્યું.
તેમણે કહ્યું કે કોંગ્રેસ બેરોજગારી અને વધી રહેલી મોંઘવારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરશે અને સાંપ્રદાયિક અભિયાનોને હાવી થવા દેશે નહીં. જેમ કે છેલ્લી કેટલીક ચૂંટણીમાં જોવા મળ્યું છે. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ માટે એક પ્રશિક્ષણ સંસ્થાનની સાથે-સાથે એક મહાસચિવની અધ્યક્ષતામાં ચૂંટણી અભિયાનોના પ્રબંધન અને સમન્વય માટે એક અલગ ચૂંટણી વિંગ ઉપર પણ વિચાર કરાશે. બેઠકમાં 50 વર્ષથી ઓછી ઉંમરના યુવા નેતાઓને સામેલ કરવા પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
મુકુલ વાસનિકની અધ્યક્ષતાવાળા કાર્યકારી સમૂહે એક વ્યક્તિ એક પદના ફોર્મ્યુલાને અપનાવવા સહિત સંગઠનમાં ફેરફાર માટે ઘણી ભલામણો કરી છે. આ ભલામણો પર પાર્ટીના નેતા 13 થી 15 મે સુધી રાજસ્થાનના ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિરમાં વિચાર કરશે અને અંતિમ નિર્ણય કરશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર