Home /News /national-international /

congress chintan shivir : અસંતુષ્ટોને મનાવવાનો પ્રયાસ, નારાજ નેતાઓની આ મુખ્ય માંગ સ્વીકારી, પરંતુ...

congress chintan shivir : અસંતુષ્ટોને મનાવવાનો પ્રયાસ, નારાજ નેતાઓની આ મુખ્ય માંગ સ્વીકારી, પરંતુ...

congress chintan shivir

congress chintan shivir : કોંગ્રેસની સંસદીય સમિતિ (Parliamentary Committee of Congress) હવે કોંગ્રેસ ચૂંટણી સમિતિનું સ્થાન લેશે, જે લોકસભા (Loksabha) અને વિધાનસભા (Vidhansabha) ચૂંટણી (Election) માટે પક્ષના ઉમેદવારો નક્કી કરશે.

    congress chintan shivir : ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં પાર્ટીના નારાજ નેતાઓની એક મોટી માંગ સ્વીકારવામાં આવી છે. આ અસંતુષ્ટ નેતાઓએ કોંગ્રેસ સંસદીય બોર્ડ (Congress Parliamentary Board) ની રચનાની માંગ કરી હતી, જેને પાર્ટીએ સૂચન તરીકે સ્વીકારી લીધી છે. આ મુદ્દાને હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી (Congress Working Committee)ની મંજૂરીની જરૂર છે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.

    કોંગ્રેસની સંસદીય સમિતિ (Parliamentary Committee of Congress) હવે કોંગ્રેસ ચૂંટણી સમિતિનું સ્થાન લેશે, જે લોકસભા (Loksabha) અને વિધાનસભા (Vidhansabha) ચૂંટણી (Election) માટે પક્ષના ઉમેદવારો નક્કી કરશે.

    NDTVમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ગાંધી પરિવાર (Gandhi Family) ના નજીકના લોકોએ સૂત્રોને જણાવ્યું કે, અમે કોંગ્રેસ સંસદીય બોર્ડના પ્રસ્તાવને સ્વીકારવાના પક્ષમાં છીએ અને આ મામલે પાર્ટીમાં ઝઘડો ચાલી રહ્યો છે. આ નવા હોદ્દા માટે ચૂંટણી યોજવામાં આવશે અથવા તેની રચના નિયમિત સભ્યો દ્વારા કરવામાં આવશે અથવા નામાંકન પક્ષ પ્રમુખ દ્વારા કોંગ્રેસની સર્વોચ્ચ સંસ્થા પર છોડી દેવામાં આવશે.

    પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ સિવાય, ચિંતન શિબિરમાં ભાગ લેનારા તમામ અસંતુષ્ટ નેતાઓ સંમેલનમાં સાથે રહ્યા અને એકજૂટ રહ્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક વખત સર્વસંમતિ સધાય પછી તેઓ નિવેદન આપી શકે છે.

    સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસે સંગઠનમાં દરેક સ્તરે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓનું 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે એક યોજના તૈયાર કરી છે.

    પાર્ટીના નેતા રાજુએ કહ્યું કે, એક પ્રસ્તાવ એવો પણ આવ્યો છે કે કોંગ્રેસના અધ્યક્ષ હેઠળ સામાજિક ન્યાય સલાહકાર સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિ સૂચન કરશે કે આ વર્ગોનો વિશ્વાસ જીતી શકાય તે માટે કયા પગલાં લેવા જોઈએ.

    આ પણ વાંચોHardik Patel : 'કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ યુવાનોનો રસ્તો રોક્યો', હાર્દિક પટેલે કહ્યું- 'આશા છે કે રાહુલ ગાંધી મદદ કરશે'

    તો, કોંગ્રેસમાં નેતૃત્વના મુદ્દા પર કોઈ સર્વસંમતિ સધાઈ નથી અને તે પણ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) આ વર્ષના અંતમાં યોજાનારી પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે કેમ. જો કે, રાહુલના નજીકના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તેમને હજુ પણ એવું લાગે છે કે બિન-ગાંધી પાર્ટીનું નેતૃત્વ કરે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Congress Formula, Congress leaders, Congress News, Congress party, Politics News, કોંગ્રેસ, કોંગ્રેસ નેતા, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસમાં વિવાદ, ગુજરાત કોંગ્રેસ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી

    આગામી સમાચાર