Home /News /national-international /

બંગાળમાં CPI(M) સાથે બેઠકોની વહેંચણીનું કોંગ્રેસનું કોકડુ ગુંચવાયું

બંગાળમાં CPI(M) સાથે બેઠકોની વહેંચણીનું કોંગ્રેસનું કોકડુ ગુંચવાયું

ફાઇલ તસવીર

તાજેતરમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટો વચ્ચે ગઠબંધન થયુ છે પણ બંગાળની રાયગંજ અને મુર્શિદાબાદ બેઠકને લઇને ખેંચતાણ પ્રવર્તે છે.

  નવી દિલ્હી: પશ્ચિમ બંગાળનાં કોંગ્રેસ પ્રમુખ સોમેન્દ્ર નાથ મિત્રા આજે દિલ્હી દોડી ગયા છે અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળશે અને પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્સ્કિસ્ટ) સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઇને બેઠકની વહેંચણી મામલે ચર્ચા કરશે.

  ન્યૂઝ18 સાથે વાતચીત કરતા મિત્રાએ જણાવ્યું કે, બંગાળમાં કેટલીક લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ બંનેનાં નેતાઓ લડવા માંગે છે. તાજેતરમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટો વચ્ચે ગઠબંધન થયુ છે પણ બંગાળની રાયગંજ અને મુર્શિદાબાદ બેઠકને લઇને ખેંચતાણ પ્રવર્તે છે. કેમ કે, કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ નેતાઓ બંને આ બેઠક પરથી લડવા માંગે છે. આ મામેલ રાહુલ ગાંધી જે નક્કી કરશે તે પ્રમાણે આગળ વધીશું. રાહુલ ગાંધીનાં આદેશ અનુસાર અમે આગળ વધીશું”.

  આ પહેલા કોંગ્રેસનાં નેતાઓ અને કોમ્યુનિસ્ટ પાર્ટીનાં નેતાઓ વચ્ચ ચાલી રહેલા ગજગ્રાહ મામલે મિત્રાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો.

  આ પત્રમાં તેમણે આ સમસ્યાનું શું સમાધાન હોઇ શકે તે વિગતો પણ લખી હતી.
  તેમણે કહ્યું કે, મે મારી વાત કહી દીધી છે. હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી નક્કી કરશે કે શું કરવું છે.”.

  2004થી લઇ 2014 સુંધી કોંગ્રેસનાં અબ્દુલ મનન હુસૈન મુર્શિદાબાદની બેઠક પરથી પ્રતિનિધિત્વ કરતા હતા જ્યારે રાજગંજ બેઠક પરથી પ્રિયા રંજન દાસમુન્શી અને તેમના પત્નિ દીપા દાસમુન્શી આ બેઠક પરથી જીતતા આવ્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Lok sabha polls, West bengal, કોંગ્રેસ, ભારત, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन