Home /News /national-international /પ્લેનમાં રાહુલ ગાંધીએ સહયાત્રીની કરી મદદ, તસવીરો વાયરલ

પ્લેનમાં રાહુલ ગાંધીએ સહયાત્રીની કરી મદદ, તસવીરો વાયરલ

દિલ્લીથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટમાં હાજર લોકો માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જોઈને એક સુખદ અનુભવ રહ્યો. કારણ કે રાહુલનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના સહયાત્રીનો સામાન ઓવરહેડ કેબિનમાં રાખતા જોવા મળી રહ્યાં છે.

વિનય કુમાર ડોકનિયાએ કોંગ્રેસ અધ્યક્ષની આ તસ્વીર ટ્વિટર પર શેર કરી છે. જેમાં કેટલાક યાત્રીઓ રાહુલ સાથે સેલ્ફી લઈ રહ્યાં છે. આ તસવીરો બાદ સોશિયલ મીડિયામાં કેટલા લોકો આ વ્યવહારને લઈ તેના વખાણ કરી રહ્યાં છે. જો કે અહીં કેટલાક લોકો એવા પણ છે કે રાહુલના વ્યવહારને ચૂંટણી પ્રચારના રૂપમાં જોઈ રહ્યાં છે.



જણાવી દયે કે થોડા સમયથી રાહુલ ગાંધીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચા છે. આ પહેલા ગુજરાત ચૂંટણી વખતે પણ રાહુલની એક તસવીર ચર્ચાનો વિષય બની હતી. ઇન્ડિગો એરલાઈન્સે રાહુલ ગાંધીની એક તસવીર શેર ટ્વીટ કરી હતી. જેમાં તે દિલ્લીના આઈજીઆઈ એરપોર્ટ પર ફ્લાઈટમાં સવાર થવા માટે ખુદ્દ બેગ ટીંગાળીને લોકો સાથે લાઈન ઉભા રહેલા જોવા મળ્યા હતા.



ગુવાહાટીમાં લેન્ડ કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ ત્યાંથી શિલૉગ માટે રવાના થયા હતા. જ્યા તેમણે મેઘાલયમાં પાર્ટીના ચૂંટણી અભિયાનનું ઉદ્ઘાટન કર્યો. કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ રાહુલ ગાંધી યુવા વોટર્સ સાથે જોડાવા માટે શિલોંગની પાર્ટી તરફથી આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
First published:

Tags: 2018 assembly election, Meghalaya, કોંગ્રેસ, રાહુલ ગાંધી