Home /News /national-international /

કર્ણાટક ચૂંટણીઃ પ્રચાર કરતા કરતા રાહુલ ગાંધીએ બનાવ્યો આ રેકોર્ડ

કર્ણાટક ચૂંટણીઃ પ્રચાર કરતા કરતા રાહુલ ગાંધીએ બનાવ્યો આ રેકોર્ડ

રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પહેલા અધ્યક્ષ છે જેમણે ચૂંટણી પ્રચાર માટે રાજ્યના દરેક 30 જિલ્લાઓમાં પહોંચ્યા છે.

રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પહેલા અધ્યક્ષ છે જેમણે ચૂંટણી પ્રચાર માટે રાજ્યના દરેક 30 જિલ્લાઓમાં પહોંચ્યા છે.

    ડી. પી. સતિષ

    રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પહેલા અધ્યક્ષ છે જેમણે ચૂંટણી પ્રચાર માટે રાજ્યના દરેક 30 જિલ્લાઓમાં પહોંચ્યા છે. રાહુલ ગાંધી શુક્રવારે કોડાગુ જિલ્લાના ગોનિકોપ્પા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક ચૂંટણી પ્રચારની શરૂઆત બેલ્લારીથી આશરે 100 દિવસ પહેલા કરી હતી. તેઓ રાજ્યના દરેક ભાગમાં ગયા છે. તેઓ જમીનથી લઇને પહાડ સુધી અને ઉત્તરથી લઇને દક્ષિણ સુધી દરેક વિસ્તાર માપી ચુક્યા છે. રાહુલે રાજ્યના દરેક જિલ્લા અને દરેક કસબાની મુલાકાત લીધી છે.

    કર્ણાટકમાં તેમણે મોટાભાગે સફર એક સ્પેશિયલ બસમાં કરી હતી. તેઓ લોકો સાથે સરળતાથી મળતા નજર આવ્યા. તેમણે બેલ્લારીથી ગુલબર્ગ સુધી 400 કિલોમિટરની મોટાભાગની યાત્રા બસથી કરી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ રોકાઇને તેમણે ચૂંટણી સંબોધનો પણ કર્યા હતા. સાથે સાથે કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી હતી. તેમની પહેલી મુલાકાત સફ રહી અને પાર્ટીએ આ ફોર્મુલા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

    રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીમાં લિંગાયત બહલ મુંબઇ-કર્ણાટક વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં 7 જિલ્લાઓ આવે છે. આ મુસાફરી પણ તેમણે મોટાભાગે બસથી જ કરી હતી. કેટલીક જગ્યાએ જ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. પોતાના ત્રીજા, ચોથા અને પાંચમાં પ્રવાસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બસથી જ મુસાફરી કરી હતી.

    કર્ણાટકમાં પાર્ટીના કાર્યકર્તા કહે છે કે, 10 વર્ષોમાં કોઇ કોંગ્રેસના અધ્યક્ષ રાજ્યના આટલા બાધા જિલ્લાઓ ગયા નથી. તેમનો દવો છેકે, કોઇપણ રાજકિય પાર્ટીના અધ્યક્ષ માટે રાજ્યના બધા જ વિસ્તારોનો પ્રવાસ કરવો એક એક રેકોર્ડ છે.

    કોંગ્રેસ સમર્થકોમાં રાહુલ ગાંધીનું ટેંમ્પલ રન પણ ગણું ચર્ચાયું હતું. કર્ણાટક પ્રવાસ દરમિયાન તેણે 20થી વધારે મંદિરો અને મઠોમાં માથું ટેકવ્યું હતું. કોંગ્રેસના એક સીનિયર નેતાના જણાવ્યા પ્રમાણે બીજેપી અફવા ફેલાવી રહી છે કે, રાહુલ ગાંધી આળસુ છે. તેઓ સખત પરિશ્રમ ન કરી શકે. તેઓ હિન્દુઓનું પ્રતિનિધિત્વ નથી કરતા... પરંતુ રાહુલ ગાંધીએ બધાને ખોટા સાબિત કર્યા છે. બીજેપી અને આરએસએસનું જુઠ્ઠાણું સામે આવી ગયું છે. કર્ણાટકમાં રાહુલ ગાંધીને જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી આ બધા ડરે છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Congress chief, Karnataka Election, રાહુલ ગાંધી

    આગામી સમાચાર