કોંગ્રેસે UPમાં ચૂંટણીની રણનીતિ બદલી: પક્ષ છોડી ગયેલાને પણ આવકાર્યા

પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસ બેકફૂટ પર નહીં રમે અને આગામી ચૂંટણીમાં તેની સંપૂર્ણ તાકાત લગાવશે: રાહુલ ગાંધી

  • Share this:
    લખનઉ: 2019ની લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશમાં ઉતારવામાં આવ્યા છે અને હાલ એમ લાગી રહ્યું છે કે, કોંગ્રેસે તેની રણનીતિ બદલી છે અને પક્ષ છોડીને ગયેલા લોકોને પણ તે પાછા બોલાવી રહી છે અને પાછા પાર્ટીમાં સામેલ કરી રહી છે. કોણ જીતી શકે છે એ વાત પર પાર્ટી ધ્યાન આપી રહી હોય તેમ લાગે છે.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ હવે નક્કી કર્યુ છે કે, જે ઉમેદવારની જીતવાની શક્યતા વધારે હોય તેના પર ધ્યાન આપવામાં આવે અને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર બહુ ધ્યાન આપવામાં ન આવે અને એ રીતે ભાજપને આગામી ચૂંટણીમાં હરાવવામાં આવે.

    તાજેતરમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ બેકફૂટ પર નહીં રમે અને આગામી ચૂંટણીમાં તેની સંપૂર્ણ તાકાત લગાવશે.

    વધુમાં કોંગ્રેસ છોડીને જતા રહેલા નેતાઓને પણ કોંગ્રેસ પાછા બોલાવી રહ્યુ છે. પણ મહત્વની વાત એ છે તે, બીજી પાર્ટીમાં કહેવાતા મોટા નેતાઓનાં પ્રવેશથી કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓમાં ઘણી નારાજગી છે.

    પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ ફોટો)


    તાજેતરમાં ભાજપનાં સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. પૂર્વ સાંસદ કસીર જહાન, રાકેશ સાચન, અવતાર સિંઘ બધાના અને રામ લાલ રાહી કોંગ્રેસમાં જોડાયા હતા.

    2009ની લોકસભા ચૂંટણી જે ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા તેમને કહી દેવામાં આવ્યુ છે કે તેઓ તેમની રીતે તેમના મત વિસ્તારમાં કામ શરૂ કરી દે. આ નામોમાં જિતિન પ્રસાદ. આરપીએન સિંઘ, અનુ ટંડન, નિર્મલ ખત્રી, પ્રદિપ જૈન આદિત્ય,

    પી.એલ. પુનિયા, શ્રી પ્રકાશ જયસ્વાલ અને રાજ બબ્બરનો સમાવેશ થાય છે.
    મળતી માહિતી મુજબ, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 60 થી 65 બેઠકો પર ચૂંટણી લડશે અને અન્ય બેઠકો પર સ્થાનિક નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે.
    મહાન દળ નામના પક્ષે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે અને પિસ પાર્ટી પણ ગઠબંધન કરે તેવી શક્યતા છે.

    શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી પણ કોંગ્રેસ સાથે સંપર્કમાં છે અને તેમની વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતાઓ છે.
    Published by:Vijaysinh Parmar
    First published: