CJI સામે મહાભિયોગ પ્રસ્તાવ મામલે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી

News18 Gujarati
Updated: May 7, 2018, 11:29 AM IST
CJI સામે મહાભિયોગ પ્રસ્તાવ મામલે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી
News18 Gujarati
Updated: May 7, 2018, 11:29 AM IST
દેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગનો પ્રસ્તાવ ઉપ-રાષ્ટ્રપતિએ ફગાવ્યા બાદ કોંગ્રેસના સાંસદોએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. રાજ્યસભામાંથી કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંઘ બાજવા અને ગુજરાતમાંથી તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિક આ મામલે ઉપ-રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

નોંધનીય છે કે દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયા બાદ નારાજ થયેલા પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલે આ પગલાંને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દ્વારા લેવામાં આવેલા ફેંસલા પર કહ્યું હતું કે, ‘ટેક્નિકલ બાજુ જાણવા માટે તેઓ વકીલો સાથે વાત કરી લેતા તો તેઓ આવો નિર્ણય ન લેતા. અમે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું. અમે ઇચ્છીએ છીએ કે આ અંગે સીજેઆઈ કોઈ સુનાવણી નહીં કરે. અમે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે તેને માન્ય રાખીશું.’

નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા બાદ લેવાયો હતો નિર્ણય

ભારતના એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને બંધારણના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ ઉપરાષ્ટ્રપતિએ આ નિર્ણય લીધો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીજેઆઇ વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા જણાયા હતા. જેના બાદમાં આ પ્રસ્તાવ રદ કરી નાખવામાં આવ્યો હતો. દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી પાર્ટીઓએ એક ડ્રાફ્ટ ઉપરાષ્ટ્રપતિને સોંપ્યો હતો. જેમાં 71 સાંસદોના હસ્તાક્ષર હતા.

રાજ્યસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાયડૂએ અરજીને મંજૂર કે રદ કરવા અંગે બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, પૂર્વ વિધિ સચિવ પીકે મલ્હોત્રા સહિત અન્ય નિષ્ણાતોની કાયદાકીય સલાહ લીધી હતી.

દીપક મિશ્રા CJI પદ પર રહેશે તો તેમની કોર્ટમાં નહીં જાઉં: કપિલ સિબ્બલ
Loading...

મહાભિયોગ પ્રસ્તાવ બાબતે કોંગ્રેસના સીનિયર નેતા તેમજ એડ્વોકેટ કપિલ સિબ્બલે જાહેરાત કરી હતી કે જો જસ્ટિસ દીપક મિશ્રા તેમના પદ પરથી નહી હટે તો તેઓ ભવિષ્યમાં ક્યારેય તેમની કોર્ટમાં નહીં જાય.
First published: May 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...