Rahul@49: કોંગ્રેસે વીડિયો શેર કરી કહ્યુ- અમને તમારા પર ગર્વ છે

News18 Gujarati
Updated: June 19, 2019, 10:07 AM IST
Rahul@49: કોંગ્રેસે વીડિયો શેર કરી કહ્યુ- અમને તમારા પર ગર્વ છે
રાહુલ ગાંધી આજે 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. (Photo-PTI)

કોંગ્રેસે વીડિયો શેર કરી તે 5 પ્રસંગો વિશે જણાવ્યું, જ્યારે રાહુલ ગાંધીએ સૌને પ્રરિત કર્યા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 49મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરી રાહુલને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. આ વીડિયોમાં રાહુલ ગાંધીની કેટલીક યાદગાર પળોને સામેલ કરવામાં આવી છે. સાથોસાથ એ પાંચ વાતોને હાઇલાઇટ કરવામાં આવી છે, જેનાથી લોકોને પ્રેરણા લેવી જોઈએ.

કોંગ્રેસે વીડિયો શેર કરતાં તે 5 પ્રસંગો વિશે જણાવ્યું, જ્યારે રાહુલ ગાંધીએ સૌને પ્રરિત કર્યા :

રાહુલે જણાવ્યો હિન્દુસ્તાની હોવાનો અર્થ>> હિન્દુસ્તાનીનો અર્થ કોઈ તમને ભલે કંઈ પણ કહી દે, ખોટી વાત કહે, લાકડી પણ મારે, ગાળો આપે. આપના દિલમાં તેમના માટે પ્રેમ હોવો જોઈએ.

દેશને એકજૂથ કરવાની વાત
>> આપણે ભારતને ફરી એકવાર સાથે લાવવો પડશે. આપણે તમામ ધર્મો, સમુદાયો, લોકો અને રાજ્યોને એક સાથે લાવવા પડશે. કોઈ અનેક ધર્મ, અનેક જાતિ નથી, સૌથી પહેલા દેશ છે.

ભારતની નવી કલ્પના
>> ભારતની પ્રકૃતિ 1.3 અબજ વિચાર છે. તમે વાસ્તવમાં તેને દબાવી ન શકો. સ્પષ્ટ પણે આ ભારતની તાકાત છે. તેથી મારા માટે ભારતને ફરીથી વ્યાખ્યાયિત કરવા તે 1.3 અબજ વિચારોને ખિલવવાની મંજૂરી આપવા જેવું છે.

નારી શક્તિને પ્રોત્સાહન
>> મહિલાઓના રૂપમાં આપની પાસે દરેક તે સ્થાનનો અધિકાર છે, જેના તમે હકદાર છો. જિંદગીમાં અનેક એવા અવસર આવશે જ્યારે આપને લોકો જણાવશે કે તમે મહિલા છો, આપને આ ન કરવું જોઈએ, આ ન કરી શકો. પરંતુ તમારે તેનો જવાબ આપવો પડશે.

કોંગ્રેસના આદર્શ રાહુલ ગાંધી
>> આપની અંદર મારા પ્રત્યે નફરત છે. મારા માટે ગુસ્સો છે. પરંતુ મારી અંદર આપના માટે થોડો પણ ગુસ્સો નથી. થોડી પણ નફરત નથી. હું કોંગ્રેસ છું અને આ બધા કોંગ્રેસ છે.

આ પણ વાંચો, 49 વર્ષના થયા રાહુલ ગાંધી, PM મોદીએ લાંબા આયુષ્યની કરી કામના
First published: June 19, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading