'સની દેઓલને લાવો કે સની લિયોનને, બધા ઉડી જવાના છે'

કોંગ્રેસના ઉમેદવાર

બીજેપીએ બોલિવૂડના ધાકડ અભિનેતા સની દેઓલને ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યો છે. ગુરદાસપુર બેઠક પર સની દેઓલનો મુકાબલો પૂર્વ કેન્દ્રીય મંત્રી બલરામ ઝાખડના પુત્ર અને કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડ સાથે થશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : પંજાબના હોશિયારપુરમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર ચબ્બેવાલે બીજેપીના ઉમેદવાર સની દેઓલને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બીજેપી સની દેઓલને લાવે કે પછી સની લિયોનને લાવે, તેઓ ચૂંટણી નહીં જીતી શકે. તેમણે એક રેલીને સંબોધન કરતા આ વાત કહી હતી.

  તેમણે કહ્યું, "મોદી સરકાર નિષ્ફળ રહી છે. તેમને પંજાબની ત્રણ બેઠક પર પણ ઉમેદવાર નથી મળ્યાં. બીજેપીએ સની દેઓલને ગુરદાસપુરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. ભાજપા સની દેઓલ લાવે કે પછી સની લિયોન, કોંગ્રેસની આંધીમાં બધા ઉડી જશે."

  નોંધનીય છે કે બીજેપીએ બોલિવૂડના ધાકડ અભિનેતા સની દેઓલને ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યો છે. ગુરદાસપુર બેઠક પર સની દેઓલનો મુકાબલો પૂર્વ કેન્દ્રીય મંત્રી બલરામ ઝાખડના પુત્ર અને કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડ સાથે થશે. પંજાબની કુલ 13 લોકસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. પંજાબની ચૂંટણી અંતિમ તબક્કામાં 19મી મેના રોજ થશે.

  પંજાબ બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા કમલ શર્માને સની દેઓલની ગુરદાસપુર લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સની દેઓલ સાથે હાજર રહે છે.

  બોલિવૂડ અભિનેતા સની દેઓલે સોમવારે પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પર ભાજપ અને અકાલી દળના ગઠબંધનના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

  ઉમેદવારી ફોર્મ ભર્યા કર્યા બાદ સની દેઓલ રાજકારણના રંગમા રંગાયેલો જોવા મળ્યો હતો. સનીએ ફિલ્મી અંદાજમાં ગુરદાસપુર રેલીમાં પોતાનું પ્રથમ રાજકીય ભાષણ આપ્યું હતું. સની દેઓલે કહ્યું, "યે ઢાઇ કિલો કા હાથ જીસ પર પડતાં હૈ વો ઉઠતા નહીં, ઉઠ જાતા હૈ. મને આ તાકાત તમારા બધાના પ્રેમ અને વિશ્વાસથી મળી છે. હું અહીં આવ્યો છું, કારણ કે તમે મને અહીં બોલાવ્યો છે."
  Published by:Vinod Zankhaliya
  First published: