મહારાષ્ટ્ર : BJPએ કિશન કથોરેનું નામ પરત લેતાં કૉંગ્રેસના નાના પટોલે બન્યા વિધાનસભા સ્પીકર

News18 Gujarati
Updated: December 1, 2019, 11:24 AM IST
મહારાષ્ટ્ર : BJPએ કિશન કથોરેનું નામ પરત લેતાં કૉંગ્રેસના નાના પટોલે બન્યા વિધાનસભા સ્પીકર
કૉંગ્રેસના નાના પટોલેને મહારાષ્ટ્રના અધ્યક્ષ તરીકે બિનહરિફ ચૂંટવામાં આવ્યા છે.

વિધાનસભાની ગરિમાને કાયમ રાખવા માટે બીજેપીએ કિશન કથોરેનું નામ પરત લઈ લીધું, હવે સ્પીકરની ચૂંટણી બિનહરીફ થશે : છગન ભુજબલ

  • Share this:
મુંબઈ : કૉંગ્રેસ (Congress) ઉમેદવાર નાના પટોલે (Nana Patole)નું મહારાષ્ટ્ર વિધાનસભામાં બિનહરીફ સ્પીકર (Maharashtra Assembly Speaker) ચૂંટાયા છે. મૂળે, બીજેપી (BJP)એ પોતાના ઉમેદવાર કિશન શંકર કથોરે (Kisan Kathore)નું નામ પરત લઈ લીધું છે.

મૂળે, ગૃહમાં આજે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થવાની હતી, જોકે આ પહેલા મળેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી બીજેપીની સાથે સહમતિ સધાઈ ગઈ અને તેઓએ પોતાના ઉમેદવારનું નામ પરત લઈ લીધું. મહારાષ્ટ્રના બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ (Chandrakant Patil)એ જણાવ્યું કે, બીજેપીએ કાલે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ પદ માટે કિશન શંકર કથોરનું નામ જાહેર કર્યું હતું. તમામ નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ અમે કથોરેનું નામ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર ચૂંટણી પર એનસીપી (NCP)ના નેતા છગન ભુજબલ (Chagan Bhujbal)એ કહ્યુ કે, આ પહેલા વિધાનસભા સ્પીકર પદ માટે વિપક્ષે પણ ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ અન્ય ધારાસભ્યોના અનુરોધ અને વિધાનસભાની ગરિમાને કાયમ રાખવા માટે તેઓએ નામ પરત લઈ લીધું. હવે સ્પીકરની ચૂંટણી બિનહરીફ થશે.


ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પુરવાર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે સરકારની સામે (આજે) રવિવારે વધુ એક પરીક્ષા પાસ કરવાનો પડકાર હતો. ગૃહમાં આજે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થવાની હતી. મહા વિકાસ અઘાડી ગઠબંધનની સમજૂતી હેઠળ વિધાનસભા અધ્યક્ષ કૉંગ્રેસને આપવાની સહમતિ સધાઈ છે. બીજેપીના કિસન કથોરના વિધાનસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાી બાદ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધવાની વાત કહેવામાં આવી રહી હતી. જોકે, બીજેપી તરફથી નામ પરત લીધા બાદ હવે નાના પટોલેનું વિધાનસભા અધ્યક્ષ બનવું નક્કી થઈ ગયું છે.

આ પણ વાંચો, મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કર્યો, ફ્લોર ટેસ્ટમાં 169 મત પડ્યા!
First published: December 1, 2019, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading