ઉત્તરાખંડના ચીફ જજ કેએમ જોસેફને બાજુ પર રાખીને વરિષ્ઠ વકીલ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રમી કોર્ટમાં જજ તરીકે નિમણૂંક કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય વિવાદોમાં ઘેરાયો છે. સુપ્રીમ કોર્ટમાં કોલિજિયમ સિસ્ટમમાં જજ જોસેફના નામ અંગે ફરીથી વિચારણા કરવા માટે કોંગ્રેસે કેન્દ્ર ઉપર હુમલો કર્યો છે. આ અંગે કોંગ્રેસે પ્રેસકોન્ફરન્સ કરી હતી જેમાં કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, હિન્દુસ્તાનનું ન્યાયતંત્ર જોખમમાં છે. સરકાર પોતાના લોકોને ન્યાયતંત્રમાં ગોઠવવા ઇચ્છી રહી છે.
કપિલ સિબ્બલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ ઉપર લખ્યું છે કે, કેએમ જોસેફ સૌથી લાયક જજ છે. આમ છતાં કેન્દ્ર સરકારે કોલિજિયમ તરફથી મોકલવામાં આવેલી યાદીમાં જજ જોસેફના નામ ઉપર વિચાર કર્યો નહીં અને ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક કરી દીધી. ઉલ્લેખનીય છે કે, કોલિજિયમની પસંદગી પ્રમાણે જજ જોસેફને પહેલા અને મલ્હોત્રાને બીજા નંબરે રાખ્યા હતા.
કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે, જજ જોસેફે જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના એનડીએ સરકારના નિર્ણયને બદલ્યો હતો. જજ કેએમ જોસેફની ગણના સૌથી લાયક જજમાં થાય છે. પરંતુ કેન્દ્ર સરકાર તેમની સામે નિયુક્તિ બાધા બની રહી છે. કારણ કે કેન્દ્રને લાગે છે કે તેઓ લાયક નથી.
જજ લોયા કેસમાં નક્કી હતી બધી પીઆઈએલ
ઉલ્લેખનીય છે કે, લોયા કેસ અંગે વાત કરતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ‘સીબીઆઈ કોર્ટના જજ લોયાના મોતની એસઆઈટી તપાસ સાથે સંકળાયેલી દરેક અપીલો સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.’
સીજેઆઇ બોલ્યા જજ જોસેફના નામ ઉપર પુનર્વિચાર કરવામાં કંઇ ખોટું નથી
આ સમગ્ર કેસમાં ચીફ જજ ઓફ ઇન્ડિયા દિપક મિક્ષાએ કહ્યું હતું કે, ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક ઉપર કોઇ સ્ટે નથી લાગ્યો. જો સરકાર જજ જોસેફના નામ ઉપર પુનર્વિચાર કરવા ઇચ્છે તો એમાં કંઇ ખોટું નથી.
વિવાદ વચ્ચે કાલે શપથ લેશે ઇન્દુ મલ્હોત્રા
સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે કોલિજિયમ તરફથી મોકલવામાં આવેલી યાદીના નામોને અલગ કરવાના નિર્ણય ઉપર સીજેઆઈ દિપક મિક્ષાને વિશ્વાસમાં લીધા નથી. કેન્દ્રએ નાતો ઇન્દુ મલ્હોત્રાના નામને ફાઇનલ કરવા માટે સીજેઆઈ સાથે ચર્ચા કે સલાહ લીધી નથી. સરકારના આ એક તરફી નિર્ણયથી સુપ્રીમ કોર્ટના અનેક જજ નારાજ છે. ખાસ કરીને એ જજ જેઓ કોલિજિયમમાં ભાગ લીધો હતો. જણાવી દઇએ કે ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સાઇન કર દીધી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પદ અને ગોપનીયતાની શપથ લેશે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર