કોંગ્રેસે પૂછ્યું, PM મોદી જણાવે દેશમાં હાલ કોણ નાણામંત્રી છે?

News18 Gujarati
Updated: June 18, 2018, 9:31 PM IST
કોંગ્રેસે પૂછ્યું, PM મોદી જણાવે દેશમાં હાલ કોણ નાણામંત્રી છે?

  • Share this:
ડિઝીટલ ઈન્ડિયાના સહારે ઓનલાઈનની પ્રમોશનને પ્રોત્સાહન આપવાનો દાવો કરનાર કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કોંગ્રેસે તીખો હુમલો કર્યો છે. રવિવારે કોંગ્રેસના પ્રવક્તા પૂછ્યું છે કે, હાલમાં દેશનો નાણામંત્રી કોણ છે, તે બાબતને સરકારે સ્પષ્ટ કરવી જોઈએ.

એક પ્રેસ કોન્ફ્રન્સમાં કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું, ભારતનો નાણામંત્રી કોણ છે? પીએમઓની વેબસાઈટ કંઈક અલગ કહી રહી છે અને નાણા મંત્રાલયની કંઈક અલગ જ નામ દર્શાવી રહી છે. પીએમઓ પર કોઈ ડ મંત્રાલય વગરના જે પ્રતિષ્ઠિતનું નામ છે, તે વીડિયો ક્રોન્ફ્રન્સ દ્વારા મીટિંગ લઈ રહ્યાં છે. વડાપ્રધાનને જણાવવું જોઈએ કે, અત્યારે દેશનો નાણામંત્રી કોણ છે.

તિવારીએ કહ્યું કે, 'નાણાકીય ગેરવહીવટ'નું કારણે તે છે કે, આ સરકારને સમજ આવ્યું નથી કે, સામાજિક વેર અને આર્થિક વિકાસ સાથે-સાથે ચાલી શકે નહી. કોંગ્રેસ પ્રવક્તા તિવારીએ કહ્યું, સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ. વડાપ્રધાને જવાબ આપવો જોઈએ કે, તેમની સરકારમાં કોણ નાણામંત્રી છે.?


અરૂણ જેટલીની તબિયત ખરાબ હોવાના કારણે કેટલાક મહિના પહેલા રેલવે મંત્રી પીયૂષ ગોયલને નાણામંત્રીનું વધારાની જવાબદારી આપવામાં આવી હતી. ઈન્ડિયા ટૂડે અનુસાર, પીએમઓની આધિકારીક વેબસાઈટ જણાવે છે કે, અરૂણ જેટલી પોર્ટફોલિયા વગરના મંત્રી છે. પીયૂષ ગોયલ પાસે હાલમાં રેલવે, નાણામંત્રી અને અન્ય મંત્રાલય છે.

નાણા મંત્રાલયની વેબસાઈટ કંઈક આવો જ ભ્રમ ઉભો કરી રહી છે. ગોયલ જ્યારે નાણામંત્રી બન્યા ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેમની ઓફિસની બહારની પ્લેટ પણ બદલાસે અને વેબસાઈટ પર જેટલીની જગ્યાએ તેમની તસવીર લાગશે.

તિવારીએ તે પણ કહ્યું, "વડાપ્રધાને નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે, ભારતની આર્થિક વિકાસના દરને બે આંકડાઓમાં લાવવાની જરૂરત છે અને અમે 5 હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા થવા જઈ રહ્યાં છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે આવું થાય પરંતુ અમે વડાપ્રધાનને કેટલાક પ્રશ્ન પૂછવા માંગીએ છીએ."

તેમને કહ્યું, અમે પૂછવા ઈચ્છીએ છીએ કે, આ જીડીપીના નવા આંકડાઓ કેમ જાહેર કરવામાં આવી રહ્યાં નથી? તિવારીએ કહ્યું કે, જીડીપીની દર 2004 સુધી સરેરાશ 9.2 ટકા હતી. 2009-14માં 7.5 ટકા હતી. આ સરકારમાં સરેરાશ જીડીપી 7.1 ટકા રહી છે.
First published: June 18, 2018
વધુ વાંચો
अगली ख़बर