Home /News /national-international /2019ના પ્રથમ ઇન્ટરવ્યૂ પછી કોંગ્રેસે PM મોદીને પૂછ્યા 10 સવાલ

2019ના પ્રથમ ઇન્ટરવ્યૂ પછી કોંગ્રેસે PM મોદીને પૂછ્યા 10 સવાલ

નરેન્દ્ર મોદી, રણદીપ સુરજેવાલા (ફાઇલ તસવીર)

આતંરરાષ્ટ્રીય સ્તરે ક્રુડની કિંમતો ઓછી હોવા છતાં ઇંધણની કિંમતો આટલી ઊંચી કેમ છે? શું આ જ તમારા અચ્છે દીન છે?

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ મંગળવારે ન્યૂઝ એજન્સી એનએનઆઈને 2019નો પ્રથમ ઇન્ટવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં મોદીએ ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને નોટબંધી અને રામ મંદિર વિવાદ, ટ્રિપલ તલાકથી લઈને સબરીમાલા વિવાદ વિશે વાત કરી હતી. પીએમના ઇન્ટરવ્યૂ બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને મોદીને 10 સવાલ પૂછ્યા હતા. કોંગ્રેસે મોદીના ઇન્ટરવ્યૂને એકપાત્રી નાટક ગણાવતા કહ્યું કે, તેમાં ફક્ત, "મેં, હું, મારું" જેવી જ વાતો હતી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે મોદીએ અનેક સવાલોના ઉત્તર આપ્યા નથી.

1) "મોદીજી, પહેલા એ કહો કે દરેક ભારતીયના ખાતામાં રૂ. 15 લાખ જમા થયા કે નહીં? તમે વચન આપ્યું હતું કે સત્તામાં આવતાના 100 દિવસમાં જ 80 લાખ કરોડનું કાળું નાણું પરત લાવવામાં આવશે. તો શું 55 મહિના પછી કાળું નાણું પરત આવી ગયું?"

2) "તમે દર વર્ષે બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું. 55 મહિના લેખે જોઈએ તો નવ કરોડને નોકરી મળવી જોઈએ. શું તમે ભારતમાં નવ લાખ રોજગારીનું પણ સર્જન કર્યું?"

3) તમે વચન આપ્યું હતું કે ખેડૂતોને ખર્ચ ઉપરાંત 50 ટકા નફો મળશે. પરંતુ નફો તો ભૂલી જાવ, ખેડૂતોને ખેતીમાં થતા ખર્ચની રકમ પણ મળી રહે છે?

4) તમે વેપારને સરળ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આવું કરવાને બદલે તેના પર GST, ગબ્બર સિંઘ ટેક્સ કેમ નાખ્યો?

આ પણ વાંચોઃ 95 મિનિટના ઇન્ટરવ્યૂમાં મોદીએ આ 10 મુદ્દા પર શું કહ્યું?

5) નોટબંધીને કારણે જે લોકો પાસે કાળું નાણું હતું તેમને તે સફેદ કરવાનો મોકો મળી ગયો. નોટબંધી માટે તમે મહિલાઓની વર્ષોની બચતના 3.5 લાખ કરોડ ફૂંકી માર્યા. નોટો બદલવા માટે લાગેલી લાઇનોમાં 120 લોકોનાં મોત થયાં. આ બધા માટે જવાબદાર કોણ?

6) 55 મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં 428 જવાન અને 278 નાગરિકોના મોત થયા. 248 જવાન અને 378 લોકો નક્સલી હુમલામાં માર્યા ગયા. તમે દેશની સુરક્ષાને જોખમમાં કેમ મૂકી?

7) શું એ સત્ય નથી કે આજે ભ્રષ્ટાચાર નવા સ્તર પર પહોંચી ગયો છો? જો રાફેલ ડીલમાં કંઈ ખોટું નથી થયું તો તમે જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી તપાસથી કેમ ડરો છો?

8) શું ગંગા માતા શુદ્ધ થઈ ગયા છે? તમારા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના જણાવ્યા પ્રમાણે 49માંથી 38 જગ્યા પર નદી હજી ગંદી છે. 100માંથી તમે કેટલા સ્માર્ટ શહેર બનાવ્યા? કદાચ એક પણ નહીં.

9) સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયાનું શું થયું? નીતિ આયોગનું કહેવું છે કે ઉત્પાદન દર 0.5 ટકા છે.

10) આતંરરાષ્ટ્રીય સ્તરે ક્રુડની કિંમતો ઓછી હોવા છતાં ઇંધણની કિંમતો આટલી ઊંચી કેમ છે? શું આ જ તમારા અચ્છે દીન છે?
First published:

Tags: Account, Demonetization, Interview, કાળુ નાણું, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પીએમ