Home /News /national-international /આજે ચૂંટણીપંચની મહત્વની બેઠક, કોંગ્રેસ ઉઠાવશે EVMનો મુદ્દો

આજે ચૂંટણીપંચની મહત્વની બેઠક, કોંગ્રેસ ઉઠાવશે EVMનો મુદ્દો

ભારતીય ચૂંટણીપંચની ફાઇલ તસવીર

લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા માટે ચૂંટણીપંચ સોમવારે દેશના 58 રાજકીય પક્ષો સાથે બેઠક કરશે.

  લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા માટે ચૂંટણીપંચ સોમવારે દેશના 58 રાજકીય પક્ષો સાથે બેઠક કરશે. ચૂંટણપંચ તરફથી મળતી માહિતી પ્રમાણે બધા સાત રાષ્ટ્રીય અને 51 રાજ્ય સ્તરની માન્યતા પ્રાપ્ત પક્ષોના પ્રતિનિધિઓને બેઠકમાં બોલાવ્યા છે.

  ચૂંટણી પંચના એજન્ડામાં ઈવીએમનો મુદ્દો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષની અનેક પાર્ટીઓ ચૂંટણીપંચ સામે ઇવીએમને લઇને પોતાની ચિંતા વ્યક્ત કરશે. કોંગ્રેસ આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માંગણી કરશે.  આ બેઠકનો એજન્ડા રાજકીય પાર્ટીઓના ખર્ચની મર્યાદા, મહિલાઓની ભાગીદારી વધારવી, નાણાનો દુરુપયોગ રોકવા અને ઉમેદવારોના ખર્ચ ઉપર નજર રાખવા જેવા મુદ્દાઓ છે. આ ઉપરાંત અપ્રવાસી લોકોને મતદાનના અધિકાર આપવા અને મતદાતા યાદીમાં પારદર્શીતા લાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ છે.

  આ ઉપરાંત રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચની વાર્ષીય ઓડિટ રિપોર્ટ સમય મર્યાદામાં રજૂ કરવો, ઓનલાઇન ચૂંટણી પ્રચારને પ્રોત્સાહન આપવું, મતદાનના 48 કલાક પહેલા સોશિયલ મીડિયા ઉપર ઉમેદવાર અને રાજકિય પક્ષોને લઇને દુષ્પ્રચારને રોકવા જેવા મુદ્દાઓ ઉપર બેઠકમાં ચર્ચા થશે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Ec, Election commission of india, Lok sabha polls, Political Party, કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन