J&Kમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, અનંતનાગ-બારામૂલા સીટ પર ફ્રેન્ડલી કોન્ટેસ્ટ

ઉમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

ગુલાબ નબી આઝાદે કહ્યું કે ફ્રેન્ડલી કોન્ટેસ્ટનો અર્થ છે કે ત્યાં કોઈ ગળા કાપ પ્રતિયોગિતા નહીં થાય, કોઈ પણ પાર્ટી જીતે ફાયદો બંનેને થશે

  • Share this:
    આગામી લોકસભા ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેંસની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની જાણકારી આપી. જમ્મુ-કાશ્મીરની 6 સીટોમાંથી બે પર કોંગ્રેસ, એક પર એનસી ચૂંટણી લડશે. બે સીટો પર ફ્રેન્ડલી કોન્ટેસ્ટ થશે જ્યારે એક સીટ પર વાતચીત ચાલી રહી છે.

    કોંગ્રેસની સાથે ગઠબંધન પર નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને ઉધમપુરમાં કોંગ્રેસ લડશે. હું શ્રીનગરથી ઉમેદવાર છું. અનંતનાગ અને બારામૂલા સીટ પર બંને પાર્ટીઓની વચ્ચે ફ્રેન્ડલી કોન્ટેસ્ટ થશે. લદાખ સીટ પર હાલ વાત ચાલી રહી છે.

    આ પણ વાંચો, બસપા સુપ્રીમો માયાવતીની જાહેરાત, કહ્યું- નહીં લડે લોકસભા ચૂંટણી

    અનંતનાગ અને બારામૂલામાં ફ્રેન્ડલી કોન્ટેસ્ટ પર કોંગ્રેસી નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે ફ્રેન્ડલી કોન્ટેસ્ટનો અર્થ છે કે ત્યાં કોઈ ગળા કાપ પ્રતિયોગિતા નહીં થાય. કોઈ પણ પાર્ટી જીતે ફાયદો બંનેને થશે.

    આ પણ વાંચો, ભાજપના 'શત્રુ' પકડશે કોંગ્રેસનો હાથ, પટના સાહિબથી મળી શકે છે ટિકિટ

    મંગળવારે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની વાત ગૂંચમાં પડવાના અહેવાલ આવ્યા હતા. એનસીએ કોંગ્રેસની સામે કાશ્મીરની ત્રણ સીટોને બદલે જમ્મુની બે અને લદાખની એક સીટ પર સમર્થન આપવાની શરત મૂકી હતી. બીજી તરફ, કોંગ્રેસ ઇચ્છતી હતી કે અનંતનાગથી તેમનો ઉમેદવાર ચૂંટણી લડે, જેના કારણે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની ડીલ ફાઇનલ નહોતી થઈ શકતી.

    નેશનલ કોન્ફ્રેંસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને ગઠબંધન પર અંતિમ નિર્ણય લેવા પર અધિકૃત કર્યા હતા. ઉલ્લખેનીય છે કે 2014ની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની 6 સીટોમાંથી ત્રણ બીજેપી અને ત્રણ પીડીપીએ જીતી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: