2019 લોકસભા પહેલા BJPને ફટકો, કર્ણાટક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત

News18 Gujarati
Updated: September 3, 2018, 3:51 PM IST
2019 લોકસભા પહેલા BJPને ફટકો, કર્ણાટક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત
કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટી હાર આપી છે. 102 વોર્ડની તમામ 2264 સીટોનું પરિણામ આવી ગયું છે.

કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટી હાર આપી છે. 102 વોર્ડની તમામ 2264 સીટોનું પરિણામ આવી ગયું છે.

  • Share this:
કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટી હાર આપી છે. 102 વોર્ડની તમામ 2264 સીટોનું પરિણામ આવી ગયું છે. જેમાં 846 પર કોંગ્રેસ, 788 પર ભાજપ, 307 પર જેડીએસ અને 277 પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. 21 ઓગસ્ટ સવારે 7 વાગ્યાથી રાતે 5 વાગ્યા સુધી રાજ્યના 3897 પોલિંગ સ્ટેશન પર લોકોએ વોટિંગ કર્યું હતું અને આ પ્રથમ સ્થાનિક ચૂંટણી હતી જેમાં નોટાનો સમાવેશ કરાયો હતો.

વર્ષ 2013માં 4,976 સીટ માટે સ્થામિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી, જેમાં કોંગ્રેસે 1960 સીટ પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપ અને જેડીએસ બંનેએ 905 સીટ જ જીત મેળવી હતી. તો 2018ની ચૂંટણીની વાત કરીએ તો 8,340 ઉમેદવારમાંથી કોંગ્રેસના 2,306 અને ભાજપના 2,203 સામેલ છે, જ્યારે 1,397 ઉમેદવાર જનતા દળના છે.

2019માં મોદીનો 'વિજય રથ' રોકવા વિપક્ષની શું છે રણનીતિ, જાણવા અહીં ક્લિક કરી...

કર્ણાટક ભાજપના અધ્યક્ષ વીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે ચૂંટણી પરિણામ ધાર્યા કરતાં પણ ખરાબ રહ્યાં છે. તેઓએ કહ્યું કે ગઠબંધન સરકારના કારણે તેમની ગણતરી ખોટી સાબિત થઇ, જો તેઓએ એમ પણ કહ્યું કે 2019માં ભાજપને જીત મળશે.

રાજનીતિક નિષ્ણાતોનું કહેવું છે કે તુમકુર અને મેસૂરમાં ભાજપને જીતથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરી શકે છે, કર્ણાટક સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 36 લાખ મતદાતા છે, જેમાં 13.33 લાખ માત્ર મેસૂર, શિમોગા અને તુમકુરુમાં જ વસવાટ કરે છે.

અહીં ક્લિક કરી વાંચો...  મોદીએ કર્યો ઇશારો- આવી હશે 2019ની રણનીતિ
First published: September 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading