ભાજપના માર્ગે કોંગ્રેસ? રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં ચલાવ્યો 'બાબા'ઓનો દાવ

News18 Gujarati
Updated: December 13, 2018, 3:37 PM IST
ભાજપના માર્ગે કોંગ્રેસ? રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં ચલાવ્યો 'બાબા'ઓનો દાવ
દિગ્વિજયસિંહ અને તેમની પત્ની અમૃતાની સાથે પ્રમોદ કૃષ્ણમ (ફાઇલ ફોટો)

કોંગ્રેસનો ચહેરો કહેવાતા પ્રમોદ કૃષ્‍ણમે પાર્ટી માટે પહેલા મધ્‍ય પ્રદેશ અને બાદમાં રાજસ્થાનમાં સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપ્યું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા ઉતરેલી કોંગ્રેસે તે તમામ હથિયાર અજમાવી દીધા જે એક સમયે ભાજપના હથિયાર હતા. ખેડૂતોના દેવા માફી, રાહુલ ગાંધીનું ટેમ્પલ રન, ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ પર સીધી હુમલો, એવા તમામ હથિયારોનો ઉપયોગ કોંગ્રેસે આ ચૂંટણીમાં કર્યો પરંતુ સૌથી ચર્ચિત હથિયાર બાબાઓનું. વર્ષ 1989માં મંદિર આંદોલન ભાજપના હાથમાં આવ્યા બાદ હિન્દુ ધર્મ અને બાબા ભાજપ માટે ચૂંટણી હથિયાર માનવામાં આવતા હતા, જેનો ઉપયોગ ભાજપે સમય-સમય પર કરતું રહ્યું હતું.

ગણ્યા-ગાંઠ્યા મહંત અને બાબા કોંગ્રેસની સાથે પણ હતા પરંતુ કોંગ્રેસે પણ તેમને ન તો મંચ આપ્યું અને ન તો પાર્ટીનો ચહેરો બનવા દીધા. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના ધર્મ અને બાબા અસ્ત્રનો પણ ઉપયોગ કર્યો. કોંગ્રેસના ચહેરો કહેવાતા પ્રમોદ કૃષ્ણમને પાર્ટીએ પહેલા મધ્ય પ્રદેશ અને બાદમાં રાજસ્થાનમાં સ્ટાર પ્રચારકમાં સ્થાન આપ્યું.

આ પણ વાંચો, જો ભાજપને મળી જતા 4,337 વોટ તો ચોથીવાર CM બનતા શિવરાજ!

દિલ્હીથી જયપુર પહોંચેલા પ્રમોદ કૃષ્ણમે સૌથી પહેલા સરકારથી નારાજ રહેલા કોમ્પ્યુટર બાબાને પોતાની સાથે મેળવી લીધા. કોમ્પ્યુટર બાબા મધ્ય પ્રદેશના તત્લાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિકટતમ માનવામાં આવતા હતા અને સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. પરંતુ ચૂંટણી પહેલા પલટી મારી આ બાબાએ શિવરાજની એ વોટ બેંકમાં તિરાડ પાડી જેણે તેઓએ મંત્રીનો દરજ્જો આપ્યો હતો. આમ તો ભાજપના બાબા એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કમાલ કર્યો. યોગીએ જે 73 વિધાનસભા બેઠકો માટે સભાઓ કરી, તેમાંથી 49 સીટો પર કમળ ખીલ્યું.

આંકડાઓનું માનીએ તો બંને પાર્ટીઓના બાબા સફળ રહ્યો. તો શું 2019ની લોકસભા ચૂંટણીમાં રાજનીતિના મંચ પર વધુ બાબાઓ એકત્ર થવાના છે કારણ કે કોંગ્રેસે પ્રમોદ કૃષ્ણમનું વધારી દીધું છે અને ભાજપે તો ઉત્તર પ્રદેશનું સુકાન જ એક બાબાના હાથમાં પહેલાથી જ સોંપી દીધું હતું.
First published: December 13, 2018
વધુ વાંચો
अगली ख़बर