Home /News /national-international /VIDEO: પ્રિયંકા ગાંધીનું ભવ્ય સ્વાગત, બે કિમી સુધી રોડ પર ગુલાબની 6 હજાર કિલો પંખુડી બિછાવી

VIDEO: પ્રિયંકા ગાંધીનું ભવ્ય સ્વાગત, બે કિમી સુધી રોડ પર ગુલાબની 6 હજાર કિલો પંખુડી બિછાવી

રાયપુરમાં પ્રિયંકા ગાંધીનું ભવ્ય સ્વાગત

પ્રિયંકા ગાંધી શનિવારે સવારે લગભગ સાડા આઠ કલાકે રાયપુરના સ્વામી વિવેકાનંદ વિમાનતલ પહોંચ્યા હતા. જ્યાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મોહન મરકામ અને પાર્ટીના અન્ય નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વધુ જુઓ ...
રાયપુર: છત્તીસગઢના નવા રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે શનિવારે સવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાયપુર પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીના સ્વાગતમાં રાયપુર વિમાનતલની સામે લગભગ બે કિલોમીટર સુધીના રોડ પર કાર્પેટ બિછાવવામાં આવ્યો હતો. ગુલાબની પંખુડીઓથી મોટી પરત લગાવવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીના સ્વાગતમાં બે કિમી સુધી રોડ પર ગુલાબની પંખુડીઓ લગાવવામાં આવી હતી. તેના માટે છ હજાર કિલોથી વધારે ગુલાબનો ઉપયોગ કરાયો હતો. તો વળી રંગીન પરંપરાગત પોશાકમાં સજ્જ લોક કલાકારો પણ રસ્તા પર સંગીત પીરસી રહ્યા હતા.


પ્રિયંકા ગાંધી શનિવારે સવારે લગભગ સાડા આઠ કલાકે રાયપુરના સ્વામી વિવેકાનંદ વિમાનતલ પહોંચ્યા હતા. જ્યાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મોહન મરકામ અને પાર્ટીના અન્ય નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે વિમાનતલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા અને તેમના સમર્થકો એકઠા થયા હતા. વિમાનતલ પહોંચતા જ કાર્યકર્તાઓ પાર્ટીનો ઝંડો લઈને નારા લગાવવા લાગ્યા હતા. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રી બઘેલ સાથે કારમાં સવાર થઈને નીકળી ગયા હતા. તેમની સાથે વાહનોનો લાંબો કાફલો હતો અને વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા.

પ્રિયંકા ગાંધીએ હાથ હલાવીને રસ્તા પર ઊભેલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું અને ઉત્સાહવર્ધન કર્યો હતો. સાથે જ ભૂપેલ બઘેલે પણ ગાંધીની માફક પાર્ટી કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. ગાંધીના સ્વાગતમાં વિમાનતલથી લગભગ બે કિમી સુધી રોડ પર ગુલાબ બિછાવ્યા હતા.
First published:

Tags: Congress Leader, Priyanka gandhi

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો