પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નમો એપ દ્વારા પોંડુચેરી અને તામિલનાડુમાં બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી. આ દરમ્યાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, દરેક ચૂંટણી પહેલા કોંગ્રેસ ઈવીએમનો મુદ્દો ઉઠાવે છે. પીએમ મોદીએ કહ્યું કે, ઈવીએમને લઈ કોંગ્રેસ બસ શંકાનો માહોલ ઉભો કરે છે. ચૂંટણી હારવા પર ઈવીેમના રોતડા રોવે છે અને ચૂંટણી જીત્યા બાદ સરળતાથી ઈવીએમનું પરિણામ સ્વિકાર કરી લે છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અલોકતાંત્રિક વ્યવહારનો સાચો જવાબ લોકતંત્રને મજબૂત કરવાનો છે. લોકતંત્ર માટે સૂચના અને જાગરૂપતા મહત્વપૂર્ણ છે. આપણે કોંગ્રેસ અને તેની ખતરનાક રમતો વિશે લોકોને સૂચિત કરવું જોઈએ.
PM in interaction with BJP Karyakartas of Tamil Nadu & Puducherry: The perfect answer to undemocratic behavior of Congress is to strengthen democracy. Information&awareness are important for democracy. We should keep people informed about Congress & its dangerous games. pic.twitter.com/Pl6jC0VGyE
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ વારંવાર ચૂંટણી આયોગ પર હુમલો કરતું રહે છે. હવે, જ્યારે એજ ચૂંટણી આયોગે તેમના તરફી પરિણામ આપ્યું તો, તેમને કોઈ પ્રોબલમ નથી તરત જ સ્વીકાર કરી લીધુ, હવે બધુ બરાબર લાગે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર