AAP - કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન, રાહુલે બોલાવી મોટી બેઠક

News18 Gujarati
Updated: April 2, 2019, 11:39 AM IST
AAP - કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન, રાહુલે બોલાવી મોટી બેઠક
શિલા દીક્ષિત, રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો લાંબા સમયથી અટવાયેલો છે

  • Share this:
આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન પર ફરી એકવાર કવાયત શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પર મંગળવાર સવારે બેઠક બોલાવી છે. આ બેઠકમાં શીલા દીક્ષિત-પીસી ચાકોને બોલાવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચ સીટોની વહેંચણીને લઈને મામલો અટકેલો છે તેનો ઉકેલ લાવવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મૂળે, દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધનની કવાયત હજુ પણ ચાલી રહી છે. સૂત્રો મુજબ, કોંગ્રેસે ગઠબંધન માટે આમ આદમી પાર્ટીને અંતિમ ફૉર્મ્યૂલા આપી દીધી છે. નવા ફૉર્મ્યૂલા મુજબ કોંગ્રેસ દિલ્હીમાં AAPને 3 સીટો આપવાની વાત કહી છે. સાથોસાથ હરિયાણામાં AAPને એક સીટ અને પંજાબમાં એક પણ સીટ ન આપવાનો ઓફર મૂકી છે.

આ પણ વાંચો, આચાર સંહિતા ઉલ્લંઘનમાં ઘેરાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, રાષ્ટ્રપતિને પત્ર લખી શકે છે EC

જો આમ આદમી પાર્ટીને ફૉર્મ્યૂલા મંજૂર થાય છે તો ગઠબંધન થશે નહીં તો કોંગ્રેસ દિલ્હીની સાતેય સીટ પર એકલી ચૂંટણી લડવાની જાહેરાત કરશે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના સૂત્રો મુજબ કોંગ્રેસથી હજુ સુધી કોઈ ઔપચારિક સંદેશ નથી આવ્યો. આમ આદમી પાર્ટી દિલ્હીમાં 6 સીટો પર લડવા માટે મન મક્કમ કરીને બેઠી છે.
First published: April 2, 2019, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading