મંદસૌર પોલીસ ફાયરિંગ: કોંગ્રેસ સરકારે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યુ

News18 Gujarati
Updated: February 20, 2019, 5:27 PM IST
મંદસૌર પોલીસ ફાયરિંગ: કોંગ્રેસ સરકારે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યુ
2017નાં વર્ષમાં મંદસૌરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ફાયરિંગ કર્યુ હતું.

2017નાં વર્ષમાં મંદસૌરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ફાયરિંગ કર્યુ હતું.

  • Share this:
ભોપાલ: મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યુ છે. ભાજપની સરકાર હતી ત્યારે કોંગ્રેસ મંદસૌરમાં ખેડૂતો પર થયેલા દમન પર ચીચીરીયો કરનારી કોંગ્રેસ જ્યારે સત્તામાં આવી ત્યારે ફરી ગઇ.

વાત એમ છે કે, 2017નાં વર્ષમાં મંદસૌરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ફાયરિંગ કર્યુ હતું અને આ ફાયરિંગમાં છ ખેડૂતોનાં મોત થયા હતા. આ સમયે કોંગ્રેસ સમગ્ર રાજ્ય માથે લીધુ હતુ અને ભાજપ પર માછલાં ધોયા હતા પણ હવે જ્યારે પોતે સત્તા પર આવી છે ત્યારે પોલીસ સામે કોઇ પગલા લેવાને બદલે એમ કહે છે કે, પોલીસે જે કર્યુ હતુ તે બરાબર હતુ.

મધ્યપ્રદેશની વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નનાં જવાબમાં કોંગ્રેસે જણાવ્યું કે, મંદસૌરમાં પોલીસે સ્વરક્ષણ માટે ખેડૂતો પર ફાયરિંગ કર્યુ હતું. સરકારનાં આ જવાબથી વિવાદ જાગ્યો છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષ વિજય ગેહલોતે જ આ મુદ્દે સવાલ પુછ્યો હતો અને કોંગ્રેસની સરકાર જ ઘેરાઇ ગઇ.

આ દરમિયાન, મધ્યપ્રદેશ વિધાનસભામાં ધારાસભ્યોએ જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલિ આપી હતી અને ત્યારબાદ સભાનું કાર્ય મુલતવી રાખવામાં આવ્યુ હતું.

ગૃહમંત્રી બાલા બચ્ચને જણાવ્યું કે, મંદસૌરમાં પોલીસે સ્વરક્ષણ અને સરકારી અને ખાનગી મિલકતોનાં રક્ષણ માટે ફાયરિંગ કર્યુ હતુ જેમાં છ ખેડૂતોનાં મોત નિપજ્યા હતાં.સરકારનાં આ પ્રકારનાં જવાબથી લોકો ગુસ્સે ભરાયા હતા અને પાછળથી ગૃહમંત્રીએ પત્રકારોને જણાવ્યું કે, હું એ વાતની ચોખવટ કરવા માંગુ છું કે, અમે પોલીસને ક્લિન ચીટ આપી નથી”.

મહત્વની વાત એ છે કે, ગૃહમંત્રીએ એવો જવાબ આપ્યો કે, વિધાનસભામાં તેમણે જે જવાબ રજૂ કર્યુ છે તેમાં જે દસ્તાવેજોનો ઉપયોગ થયો છે તે અગાઉની ભાજપની સરકારે તૈયાર કર્યો હતો અને કોંગ્રેસ સરકાર પોલીસ સામે કડક પગલા લેશે.
First published: February 20, 2019, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading