શિકાર કરવા વાઘ દોડ્યો તો માદા રીંછે કર્યો વળતો હુમલો, પછી થયું કંઈક આવું...

વાઘને આશા નહોતી કે માદા રીંછ બચાવ કરવાને બદલે હુમલો કરી દેશે.

રીંછ-વાઘ વચ્ચેની લડાઈની તસવીરો જોઈને તમને સમજાઈ જશે કે, 'ક્યારેય કોઈની માતાને નબળી ન સમજવી જોઈએ'

 • Share this:
  જયપુર : રાજસ્થાન (Rajasthan)ના સવાઈ માધોપુર જિલ્લા (Sawai Madhopur)માં સ્થિત રણથંભોર નેશનલ પાર્ક (Ranthambore National Park)માં એક વાઘ (Tiger) અને માદા રીંછ (Bear) વચ્ચેની લડાઈની દિલધડક તસવીરો સામે આવી છે. તેને એક સફારી ઑપરેટર અને ફોટોગ્રાફર આદિત્ય સિંહે શૅર કરી છે.

  'માતાને નબળી નહીં સમજવી જોઈએ'

  માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આદિત્યસિંહે અનેક ટ્વિટ કરી વાઘ અને માદા રીંછ (બે શાવકોની માતા)ની વચ્ચે ઘર્ષણને શબ્દોમાં રજૂ કર્યો છે. આ કહાણીનો સાર જણાવતાં તેઓએ લખ્યું કે ક્યારેય કોઈની માતાને નબળી ન સમજવી જોઈએ.  રીંછે હુમલો કરતાં જ વાઘ ભાગવા લાગ્યો

  આ તસવીરોમાં જોઈ શકાય છે કે વાઘ કેવી રીતે માદા રીંછ પર હુમલો કરવા માટે આગળ વધ્યો છે. એવું લાગે છે કે વાઘને આશા નહોતી કે રીંછ બચવાને બદલે તેની પર હુમલો કરશે. જેવો વાઘ શિકાર કરવા માટે દોડે છે તો માદા રીંછ અડગ થઈને ઊભી રહી જાય છે. રીંછે હુમલો કરતાં જ વાઘ ત્યાંથી જીવ બચાવવા ભાગવા લાગે છે.


  ત્યારબાદ વાઘની પાછળ માદા રીંછ દોડે છે. આ દરમિયાન રસ્તામાં વધુ એક વાઘ મળી જાય છે. પરંતુ માદા રીંછ ત્યારે પણ નથી ડરતી અને નિડરતાથી ઊભી થઈ જાય છે. રીંછની હિંમતને જોઈને બંને વાઘ ત્યાંથી ચાલ્યા જાય છે.

  આ પણ વાંચો, સાવધાન! આ શહેરમાં દૂધ ચોરવા લક્ઝરી કારમાં આવે છે ચોર
  Published by:Mrunal Bhojak
  First published: