વેપારીઓના શીર્ષ સંગઠને ગુજરાત સરકાર અને Amazon વચ્ચેના MoUની ટીકા કરી

વિજય રૂપાણીની હાજરીમાં MoU થયા હતા.

ગુજરાત સરકાર દ્વારા કાયદો તોડનારી કંપની સાથે હાથ મિલાવવાથી ગુજરાત સહિત દેશભરતના વેપારીઓ ઠગાઈ થયાનું અનુભવી રહ્યા છે: CAIT

 • Share this:
  નવી દિલ્હી: દેશભરના વેપારીઓના સંગઠન (Confederation of All India Traders- CAIT) તરફથી ગુજરાત સરકારની ટીકા કરવામાં આવી છે. ગુજરાત સરકારે તાજેતરમાં ઇ-કોમર્સ કંપની Amazon સાથે એક એમઓયૂ (Memorandum of Understanding- MoU) પર હસ્તાક્ષર કર્યાં છે. CAIT તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે અમેરિકાની આ કંપની પ્રતિસ્પર્ધા વિરોધી ગતિવિધિમાં સામેલ છે. કૈટ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ગુજરાત સરકાર દ્વારા કાયદો તોડનારી કંપની સાથે હાથ મિલાવવાથી ગુજરાત સહિત દેશભરતના વેપારીઓ ઠગાઈ થયાનું અનુભવી રહ્યા છે. અમે આ પ્રકારના એમઓયૂનો વિરોધ કરી રહ્યા છીએ."

  વેપારી સંગઠનનું કહેવું છે કે એક બાજુ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (Competition Commission of India), પ્રવર્તન નિર્દેશાલય (Enforcement Directorate) જેવી કેન્દ્રીય એજન્સીઓ એમેઝોન વિરુદ્ધ પ્રતિસ્પર્ધા વિરોધી વ્યવહારો અને ઈ-કોમર્સના નિયમોનું ઉલ્લંઘન કરવાની તપાસ કરી રહી છે. બીજી તરફ, ગુજરાત સરકાર આ કંપની સાથે હાથ મિલાવી રહી છે. કૈટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા તેમેજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પૂયૂષ ગોયલ (Piyush Goyal) સમક્ષ લઈ જશે.

  ગુજરાત સરકાર અને Amazon વચ્ચે MoU

  રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને Amazon India વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીતકુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસિ ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા.

  આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે. એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમ.એસ. એમ.ઇ ને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

  ૨૦૨૦-૨૧ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21% યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. હવે આ એમ.ઓ.યુ.ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચાડવામાં સહાયરૂપ બનશે.

  એટલું જ નહી, યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલીયા, જાપાન, સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published: