MPમાં દિગ્વિજય સિંહની જીતની આગાહી કરનાર કોમ્પ્યુટર બાબાનો યૂ- ટર્ન

કોમ્પ્યુટર બાબાએ કહ્યું કે પીએમ મોદી સાથે દેશના દરેક સંત ઊભા છે પણ..

મધ્ય પ્રદેશમાં વિધાનસભામાં કોંગ્રેસ અને દિગ્વિજય સિંઘનું ચૂંટણી સમયે સમર્થનકરારા કોમપ્યુટર બાબાની આગાહી ખોટી પડતા પલટી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક સહિત રાજ્યની 28 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે. મધ્ય પ્રદેશની ચૂંટણી ચર્ચામાં ખૂબ રહી તેના કારણો અનેક હતા પરંતુ ભોપાલ બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો વિજય થયો હતો.

  જોકે, ચૂંટણી પહેલાં દિગ્વિજય અને કોંગ્રેસનું સમર્થન કરનારા કોમ્પ્યુટર બાબાએ આગાહી કરી હતી કે આ બેઠક પર દિગ્વિજય સિંહને કોઈ હરાવી નહીં શકે અને વડાપ્રધાન મોદી ફરથી વડાપ્રધાન નહીં બને. આવી આગાહી કરનાર કોમ્પ્યુટર બાબાએ ચૂંટણીના પરિણામ બાદ યૂ- ટર્ન માર્યો છે.

  આ પણ વાંચો :  રાજ્યના પરિણામથી દુઃખી મમતાએ કહ્યું,'હું મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવા માંગુ છું'

  દિગ્વિજય સિંહ માટે હઠ યોગ કરનાર કોમ્પ્યુટર બાબાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાનો જનાદેશ જ સર્વોપરી હોય છે. આ સાથે તેમણે વડાપ્રધાન મોદીને અભિનંદન પણ આપ્યા હતા. કોમ્પ્યુટર બાબાએ કહ્યું હતું કે દરેક સંત મોદી સાથે ઊભા છે પરંતુ શરત એટલી છે કે તે રામ મંદિરનું જલ્દી નિર્માણ શરૂ કરે.
  Published by:Jay Mishra
  First published: