ન્યુ દિલ્હી: મધ્યપ્રદેશમાં ભાજપનાં પૂર્વ મંત્રી અને કોમ્પ્યુટર બાબા તરીકે જાણીતા સાધુએ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર દિગ્વિજય સિંઘને જીતાડવા માટે યજ્ઞ હાથ ધર્યો છે.
મધ્યપ્રદેશમાં કોમ્પ્યુટર બાબાનો દબદબો છે અને મધ્યપ્રદેશમાં ભાજપની શિવરાજ સિંઘની સરકાર હતી ત્યારે કોમ્પ્યુટર બાબાને મંત્રી પદ આપવામાં આવ્યુ હતું. પણ ભાજપ સરકાર સામે નારાજ થયેલા કોમ્પ્યુટર બાબાએ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને ભાજપને હરાવવા માટેનો કોલ આપ્યો હતો.
કોંગ્રેસે મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘને ભોપલથી મેદાને ઉતાર્યા છે જ્યારે ભાજેપ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપી છે. દિગ્વિજય સિંઘે ચૂંટણીનાં જંગમાં જીતવા માટે સાધુઓનો સહારો લીધો છે.
કોમ્પ્યુટર બાબાએ જણાવ્યું કે, આ સાધુઓ કોંગ્રેસ સાથે નથી પણ ભાજપની વિરુદ્ધ છે. ભાજપમાંથી કોઇ વ્યક્તિ દિગ્વિજય સિંઘ સામે લડવા માંગતુ નહોતુ એટલા માટે ભાજપે ભગવાધારી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવી છે. કોમ્પ્યુટર બાબા મંત્રો બોલતા જાય છે અને કહે છે કે, રામ નામ અબકી બાર, બદલ કે રખ દો ચૌકીદાર”
મંગળવારે યોજાયેલા યજ્ઞમાં કોમ્પ્યુટર બાબાની સાથે હજ્જારો સાધુઓ જોડાયા હતા.
કોમ્પ્યુટર બાબાએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપે માત્ર લોકોને જ મૂર્ખ નથી બનાવ્યા પણ સાધુઓને પણ મૂર્ખ બનાવ્યાં. મારી સાથે રહેલા સાધુઓ એક મતે કહે છે કે, રામ મંદિર વગર મોદી વડાપ્રધાન નહીં બની શકે. દિગ્વિજય સિંઘ વિજેતા બને તે માટે અમે યજ્ઞ કરીએ છીએ”.
આ યજ્ઞમાં દિગ્વિજય સિંઘે પણ હાજરી આપી હતી. ભોપાલમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 12મી મેના રોજ મતદાન યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર