થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશની શિવરાજસિંઘ ચૌહાણની સરકારમાંથી મંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી કોમ્પ્યુટર બાબાએ ભાજપની સરકાર સામે જ મોરચો માંડ્યો છે.
મધ્યપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂટંણીને પ્રચાર ચાલી રહ્યો છે. કોમ્યુટર બાબા3 તરીકે જાણીતા આ સાધુએ તમામ અખાડાનાં સાધુઓને એકઠા કરી અને મધ્યપ્રદેશની શિવરાજસિંઘ ચૌહાણની સરકાર સામે એલાન કર્યું છે અને તેમણે દાવો કર્યો છે કે, ભાજપની સરકાર જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા નથી. તેમણે શિવરાજસિંઘ ચૌહાણની સરકારને ધર્મ વિરોધી સરકાર કહી છે.
કોમ્પ્યુટર બાબાનું મુળ નામ નામદેવ દાસ ત્યાગી છે. તેમણે ઓક્ટોબરની પહેલી તારીખે સરકારમાંથી રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે, નર્મદા નદીને શુદ્ધ કરવા સહિતનાં અનેક વચનો સરકારે પુરા કર્યા નથી.
ભાજપની સરકાર સામે મોરતો માંડતા તેમણે એક સંમેલન બોલાવ્યું હતું જેમાં 1000 જેટલા સાધુએ ઉપસ્થિત રહ્યાં હતા અને એવી હાકલ કરી હતી કે, ભાજપને ઉખેડી ફેંકોય
તેમણે એવો દાવો કર્યો કે, શિવરાજસિંઘ ચૌહાણે મને એમ કહ્યું હતું કે, નર્મદા નદીને ચોખ્ખી કરીશું અને ગેરકાયદે રેતી ખનન બંધ કરીશું પણ આ વચનો ઠાલા નિવડ્યાં. હવે આપણે સમજવું જોઇએ કે, આ સરકાર ધર્મ વિરોધી છે.”
કોમ્પ્યુટર બાબાએ એવો પણ આરોપ લગાવ્યો કે, શિવરાજસિંઘ ચૌહાણની સરકારને ગૌ રક્ષામાં પણ કોઇ રસ નથી.. આ કાર્યક્રમમાં હાજર અન્ય સાધુઓએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા. જેમાં અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો, મહિલાઓ પર વધતા ગુનાઓ અને વ્યાપમ ઘોટાળાનો પણ સમાવેશ થાય છે.
મહત્વની વાત એ છે કે, આ સંત સંમેલનમાં સ્થાનિક કોંગ્રેસનાં નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. જો કે, કોમ્પ્યુટર બાબાએ એવી ચોખવટ કરી હતી કે, કોંગ્રેસને આ સમેંલન સાથે કોઇ લેવા દેવા નથી. અમે કોઇ રાજકીય પક્ષને ટેકો આપતા નથી. પણ અને ધર્મ વિરોધી સરકારની સામે છીએ અને તેને આગામી ચૂંટણીમાં ઉખેડી ફેંકવી જોઇએ.
તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, આગમી દિવસોમાં તેઓ, આ પ્રકારનાં સમેંલન ગ્વાલિયર, ખાંડવા, રેવા અને જબલપુર જેવા શહેરોમાં પણ કરશે અને સમગ્ર દેશમાંથી સાધુ-સંતોને આમંત્રણ આપશે.