સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી IPS એસોશિએશન નારાજ, કહ્યું- આ શહીદનું અપમાન

News18 Gujarati
Updated: April 19, 2019, 5:40 PM IST
સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી IPS એસોશિએશન નારાજ, કહ્યું- આ શહીદનું અપમાન
ફાઇલ તસવીર

  • Share this:
મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞા ઠાકુર એટીએસ ચીફ હેમંત કરકરેની શહાદત પર નિવેદન આપી મુસ્કેલીમાં મૂકાઇ છે. પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ બાદ ચૂંટણી પંચ હાલ તપાસ કરી રહી છે.

મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું કે 26/11ના શહીદ સામે નિવેદન આપવાને લઇને ભોપાલ લોકસભા સીટની ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞા સામે ફરિયાદ મળી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

આઇપીએસ એસોશિએશને પણ શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞાની ટિપ્પણીઓની કઠોર નિંદા કરી છે. એસોશિએશને ટ્વીટ કર્યું કે '્શોક ચક્રથી સમ્માનિત દિવંગત આઇપીએસ હેમંત કરકરેને આતંકવાદી સામે લડતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અમે ભાજપના એક ઉમેદવારે આપેલા અપમાનજનક નિવેદનની નિંદા કરીએ છીએ. આવું નિવેદન શહીદ હેમંત કરકરેનું અપમાન છે. અમે માગ કરી છે કે શહીદોના બલિદાનનું સમ્માન કરવામાં આવે'

અહીં ક્લિક કરી વાંચોઃ હાર્દિક પર મને ત્રણ વર્ષથી ગુસ્સો હતો, તે ગુજરાતનો બાપ થોડો છે : તરૂણ ગજ્જર

 ઉલ્લેખનીય છે કે એક નિવેદનમાં સાધ્વ પ્રજ્ઞાએ કહ્યું હતું કે 26/11 હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી. તેમના કર્મ સારા ન હતા, આથી તેઓને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. સાધ્વીએ કહ્યું કે 'જે દિવસે હું જેલમાં ગઇ તેના માત્ર 45 દિવસમાં જ આતંકીઓએ તેમનો અંત કરી નાખ્યો'

ભોપાલ મીડિયા સાથે વાતચીત કરતાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે એટીએસ મને 10 ઓક્ટોબર 2008માં સુરતથી મુંબઇ લાવી, ત્યાં 13 દિવસ સુધી બંધક બનાવીને રાખી, પુરુષ એટીએસ કર્મીઓએ આ દરમિયાન મને ખુબ ટોર્ચર કરવામાં આવ્યું. પૂર્વ એટીએસ ચીફ હેમંત કરકરેને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો અને મારા જેવાના અંદાજે 45 દિવસમાં જ 26/11ના આતંકી હુમાલનો શિકાર થયા.

વર્ષ 2008માં થયેલા 26/11 મુંબઇ હુમલામાં માર્યા ગયેલા 166 લોકો સિવાય આતંકીઓની ગોળીથી મુંબઇ એટીએસ ચીફ હેમંત કરકરે, એસપી અશોક કામટે અને એન્કાઉન્ટર એક્સપર્ટ વિજય સાલસ્કર સહિત 17 પોલીસકર્મી પણ શહીદ થયા હતા.
First published: April 19, 2019, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading