સેનિટરી પેડ મામલે નિવેદન આપવા બદલ સ્મૃતિ ઇરાની સામે કેસ

News18 Gujarati
Updated: October 26, 2018, 10:16 AM IST
સેનિટરી પેડ મામલે નિવેદન આપવા બદલ સ્મૃતિ ઇરાની સામે કેસ
સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, મહિલાઓને પ્રાર્થના કરવાનો હક છે કે, પર પરંપરાને દુષિત કરવાનો નહીં

  • Share this:
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ બે દિવસ પહેલા કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ મામલે એક નિવેદન આપ્યું હતું કે, મહિલાઓને પ્રાર્થના કરવાનો હક્ક છે પણ પુજા કરવાના સ્થળને દુષિત કરવાનો નહીં.

સ્મૃતિ ઇરાનીના આ નિવેદનને લઇને વિવાદ થયો હતો અને બિહારમાં સિતારમાહીની કોર્ટમાં સ્મૃતિ ઇરાની સામે એક વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે.
આ ફરિયાદ સિતારમાહમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં એડવોકેટ ઠાકુર ચંદન સિંઘ દ્વારા કરવામાં આવી છે.

આ પહેલા સપ્ટેમ્બર 28નાં રોજ સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદા આપ્યો હતો અને મહિલાઓ માટે સબરીમાલા મંદિરના દ્વાર ખોલ્યા હતા. જો કે, રુઢુચુસ્ત લોકોએ આનો વિરોધ કર્યો છે અને સુપ્રિમ કોર્ટનાં આ ચુકાદા સામે ઠેર-ઠેર વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં પણ જે મહિલાઓ સબરીમાલા મંદિરમાં દર્શને જવાનો પ્રયાસ કરે છે તેમને રસ્તામાં જ રોકવામાં આવે છે. ઘણી મહિલાઓ પર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.

દલિત મહિલાને સબરીમાલા મંદિરમાં પ્રવેશતા ભાજપના કાર્યકરોએ અટકાવી

મહત્વની વાત એ છે કે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને રૂઢિચુસ્ત લોકોને ટેકો આપી રહ્યા છે. જો કે, કેરળની સામ્યવાદી સરકારે કહ્યું છે કે, મહિલાને મંદિરમાં પ્રવેશ મામલે તેઓ કોર્ટના આદેશનું પાલન કરશે અને મહિલાઓને સલામતી આપશે.સ્મૃતિ ઇરાની સામે કોર્ટમાં થયેલી ફરિયાદની સુનાવણી ઓક્ટોબર 29નાં રોજ સામે આવે તેવી શક્યતા છે.

લ્યો બોલો! “મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરશે તો ‘થાઇલેન્ડ’ થઇ જશે”
First published: October 26, 2018
વધુ વાંચો
अगली ख़बर