Home /News /national-international /રાષ્ટ્રપતિ પર વિવાદાસ્પદ નિવેદનને લઈને અખિલ ગિરીની વિરુદ્ધ ફરિયાદ; અધીર રંજને કહ્યું- 'રાજનીતિ કોઈ સૌંદર્ય સ્પર્ધા નથી'

રાષ્ટ્રપતિ પર વિવાદાસ્પદ નિવેદનને લઈને અખિલ ગિરીની વિરુદ્ધ ફરિયાદ; અધીર રંજને કહ્યું- 'રાજનીતિ કોઈ સૌંદર્ય સ્પર્ધા નથી'

અખિલ ગિરીની વિરુદ્ધ ફરિયાદ

મમતાના મંત્રી અખિલ ગિરી રાષ્ટ્રપતિ પરના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચામાં છે. બીજેપી નેતા લોકેટ ચેટર્જીએ દિલ્હીમાં અખિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે તેમણે આ મામલે અખિલ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મમતા સરકારે તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ.

વધુ જુઓ ...
  મમતાના મંત્રી અખિલ ગિરી રાષ્ટ્રપતિ પરના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચામાં છે. બીજેપી નેતા લોકેટ ચેટર્જીએ દિલ્હીમાં અખિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે તેમણે આ મામલે અખિલ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મમતા સરકારે તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ.

  જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના મંત્રી અખિલ ગિરીને શનિવારે (12 નવેમ્બર) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની વાંધાજનક ટિપ્પણીને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એક વીડિયો ક્લિપ વાયરલ થયા પછી ગિરિએ પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી હતી.

  આ પણ વાંચોઃ દારૂનાં નશામાં ડૉક્ટરે મહિલાને લાફા માર્યા અને વાળ ખેંચ્યાં; BPની સારવાર કરાવા આવી હતી મહિલા

  રાષ્ટ્રપતિના દેખાવને લઈને કરી હતી ટિપ્પણી


  ગિરીના એર વીડિયોમાં તેને ‘રાષ્ટ્રપતિના રૂપ’ વિશે કથિત રીતે ટિપ્પણી કરતા સાંભળી શકાયા હતા. જો કે, વીડિયોની પુષ્ટિ નથી થઈ. કોલકાતા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભાજપના કાર્યકરોએ ગિરીને મંત્રી પદેથી બરતરફ કરવા અને તેમની ધરપકડની માંગણી સાથે રેલીઓ કાઢી હતી.

  ભાજપે વિવાદાસ્પદ ટિપ્પણી માટે માલદા, હબીબપુરમાં ટીએમસી મંત્રી અખિલ ગિરી સામે ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં કોંગ્રેસ પણ બંગાળના મંત્રીના આ નિવેદનની આકરી નિંદા કરી રહી છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પણ અખિલી ગિરીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, 'રાજનીતિ કોઈ સૌંદર્ય સ્પર્ધા નથી. પરંતુ ટીએમસી નેતાઓને આ કોણ શીખવશે? TMCને પાઠ ભણાવવાનો એકમાત્ર રસ્તો રાજ્યમાં સત્તા પરિવર્તન લાવવાનો છે.

  આ મામલે TMCનું નિવેદન


  આ મામલે તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે તે આવા નિવેદનોનું સમર્થન કરતું નથી પરંતુ, પાર્ટી નેતાઓના આવા અંગત નિવેદનોની જવાબદારી લેતી નથી. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, અમે લોકોના અંગત નિવેદનો પર ટિપ્પણી કરવા માંગતા નથી. પાર્ટી આવા નિવેદનોને સમર્થન આપતી નથી કે જવાબદારી લેતી નથી. અમે દેશના રાષ્ટ્રપતિનું ખૂબ સન્માન કરીએ છીએ.

  ભાજપ બરતરફ કરવાની માંગ કરી રહી છે


  ભાજપે મંત્રી અખિલ ગિરીને હટાવવાની માંગ કરી છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ગિરીના નિવેદન માટે જાહેરમાં માફી માંગવા અને તેમણે કોના કહેવા પર આવી અપમાનજનક ટિપ્પણી કરી તે સ્પષ્ટ કરવા માંગ કરી હતી. હવે લોકેટ ચેટર્જીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે.
  Published by:Priyanka Panchal
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन