ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનના મામલાને નોંધાવનારી મહિલા સોમવારે ઇન હાઉસ ઇન્કવાયરી પેનલની સમક્ષ રજૂ થઈ અને તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું. સુપ્રીમ કોર્ટમાં જૂનિયર સહાયક તરીકે કામ કરનારી મહિલાએ ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ લયાવ્યો છે. ગોગોઈ મંગળવારે બીજી વાર જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પેનલની સામે રજૂ થશે. સીજેઆઈ 26 એપ્રિલે પહેલીવાર પેનલની સમક્ષ રજુ થયા હતા.
યૌન ઉત્પીડન મામલાની તપાસ કરી રહેલી પેનલમાં બે મહિલા જજ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને ઈન્દિરા બેનર્જી સામેલ છે. તે ઇન કેમેરા તપાસ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના એક સૂત્ર અનુસાર, સુનાવણી દરમિયાન માત્ર આરોપ લગાવનારી મહિલા ઉપસ્થિત હતી. ફરિયાદકર્તાને તેના વકીલની સાથે જવાની પણ મંજૂરી નથી. સૂત્રો અનુસાર, સોમવારની સુનાવણી ત્રણ કલાક સુધી ચાલી, જેમાં મહિલાએ પોતાનું નિવેદન નોંધાવ્યું.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે ગઠિત ત્રણ સભ્યોની તપાસ સમિતિમાં જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને થોડા દિવસ પહેલા જ સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મામલામાં વિભાગીય તપાસના આદેશ આપતા ત્રણ સિટિંગ જજ- જસ્ટિસ એસએ બોબડે, એનવી રમન્ના અને ઈન્દિરા બેનર્જીની સમિતિની રચના કરી હતી, પરંતુ જસ્ટિસ એનવી રમન્નાએ તપાસ સમિતિમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.
ગત ગુરુવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની વિરુદ્ધ કાવતરાના મામલામાં તપાસના આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એકે પટનાયક કરશે. તેની સાથે જ આ મામલાની તપાસમાં સીબીઆઈ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફ તેમની મદદ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર