Home /News /national-international /

લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં ભડકી શકે છે સાંપ્રદાયિક હિંસા: US ઇન્ટેલિજન્સ પ્રમુખ

લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં ભડકી શકે છે સાંપ્રદાયિક હિંસા: US ઇન્ટેલિજન્સ પ્રમુખ

અમેરિકન ઇન્ટેલિજન્સ પ્રમુખ ડાન કોટ્સ

જો વડાપ્રધાન મોદીની પાર્ટી ભાજપ હિન્દુ-રાષ્ટ્રવાદ પર વધુ ભાર મૂકશે તો ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકવાની મજબૂત શક્યતા છે: રિપોર્ટ

    અમેરિકન ઇન્ટેલિજન્સના પ્રમુખનું કહેવું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. તેઓએ અમેરિકન સંસદમાં પોતાના એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં આ કહેવામાં આવ્યું છે.

    અમેરિકન ઇન્ટેલિજન્સ પ્રમુખ ડાન કોટ્સે અમેરિકન સંસદમાં કહ્યું કે, ભારતમાં સંસદીય ચૂંટણી પહેલા જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપ હિન્દુ-રાષ્ટ્રવાદ પર વધુ ભાર મૂકશે તો ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકવાની મજબૂત શક્યતા છે.

    કોટ્સે અમેરિકન સેનેટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સમાં વૈશ્વિક ખતરાઓ પર આંકલન રજૂ કર્યું. તેઓએ કહ્યું કે, મોદીના કાર્યકાળમાં ભાજપની નીતિઓના કારણે અનેક ભાજપ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક તણાવ ઊભો થઈ શકે છે. રાજ્યોના નેતા પાર્ટીના હિન્દુ રાષ્ટ્રવાદી અભિયાનને નાની-મોટી હિંસા ભડકાવવાના સિગ્નલ તરીકે જોઈ શકે છે જેથી તેનાથી સમર્થન મળી શકે.

    કોટ્સે આગળ કહ્યું કે, વધતી સાંપ્રદાયિક હુમલાઓને કારણે ભારતીય મુસ્લિમ પોતાને એકલો-અટૂલો અનુભવી કરી રહ્યો છે અને તેનાથી ભારતમાં ઈસ્લામિક આતંકી સમૂહોને પોતાના મૂળીયા મજબૂત કરવાની તક મળી શકે છે.

    આ પણ વાંચો, ભારતમાં નોકરીની તકો ઉભી કરવા અમે PM મોદીની મદદ કરી શકીએ છીએ : ચીન

    મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. કોટ્સે પોતાના સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું કે મે સુધી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ હજુ વધી શકે છે.

    નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર ડાન કોટ્સે ઇન્ટેલિજન્સ મામલાની સેનેટ સિલેક્ટ કમિટીને મંગળવારે કહ્યું કે ઇન્ટેલિજન્સ સમુદાય માટે ચૂંટણી સુરક્ષા હંમેશા મહત્વપૂર્ણ રહી છે અને આગળ પણ બની રહેશે.

    આ પણ વાંચો, નોટબંધી બાદ લોકોએ ગુમાવી નોકરી, સરકારે રોક્યો રિપોર્ટ, બે અધિકારીના રાજીનામા

    કોટ્સે કહ્યું કે, અમારું આકલન છે કે વિદેશી તાકાતો અમેરિકામાં 2020માં યોજાનારી ચૂંટણીઓને પોતાના હિતોને આગળ વધારવાના અવસર તરીકે જોશે. અમારું માનવું છે કે તેઓ પોતાની ક્ષમતાઓને વધુ નિખારશે અને તેમાં નવા દાવપેચ જોડશે કારણ કે તેઓ અગાઉની ચૂંટણીમાં એક-બીજાના અનુભવો અને પ્રયાસોથી શીખે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: 2019 General Elections, Communal conflict, US, ભાજપ, ભારત, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन