શું પૃથ્વીને ખતરો છે? હવે મે મહિનામાં 'સ્વાન' પુચ્છલ તારો આવશે પૃથ્વી પાસે, ક્યાં-ક્યારે જોવા મળશે?

શું પૃથ્વીને ખતરો છે? હવે મે મહિનામાં 'સ્વાન' પુચ્છલ તારો આવશે પૃથ્વી પાસે, ક્યાં-ક્યારે જોવા મળશે?
13મેના રોજ કોઈ પણ યંત્ર વગર ખુલ્લી આંખે જોવા મળશે

પહેલા જે તારો આવવાનો હતો તે પૃથ્વી તરફ આવતા પહેલા જ તૂટી વેરવિખેર થઈ ગયો, હવે તેની જગ્યા પર સ્વાન પુચ્છલ તારાએ લઈ લીધી છે, જે પૃથ્વી પાસેથી મે મહિનામાં જ પસાર થશે

  • Share this:
    નવી દિલ્હી : હાલમાં જ એક પુચ્છલ તારો ધરતી તરફ આવી રહ્યો હતો, પરંતુ તે પહેલા જ તે ટુકડાટુકડા થઈ ફેલાઈ ગયો. એટલ નામના આ પુચ્છલ તારો તૂટી જઈ ફેલાઈ જવાની તસવીરો હર્બલ ટેલિસ્કોપે પણ લીધી હતી. કહેવામાં આવ્યું રહ્યું હતું કે, આ પૃથ્વી પાસેથી પસાર થનારા એવા પુચ્છલ તારામાંનો એક છે જેને ખુલ્લી આંખોથી આરામથી જોઈ શકાય છે. પરંતુ. હવે તેની જગ્યા પર સ્વાન પુચ્છલ તારાએ લઈ લીધી છે, જે પૃથ્વી પાસેથી મે મહિનામાં જ પસાર થશે.

    શું છે આ સ્વાન કોમેટ



    સ્વાન પુચ્છલ તારો ધરતીથી લગભગ 7.5 કરોડ માઈલ દૂરથી પસાર થશે. તે હાલમાં ખુબ ચમકતો જોવા મળી રહ્યો છે. તેની ચમક લીલા રંગની છે, પરંતુ તેની પૂંછ વાદળી રંગની હોય છે. પુચ્છલ તારા ગેસ, ધૂળ અને બરફથી બનેલા હોય છે.

    ક્યારે જોવા મળશે સ્વાન

    આ પુચ્છલ તારો મે મહિનાના મધ્યમાં જોવા મળી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે, 13 મેના રોજ તે પૃથ્વીથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે. કારણે કે આ દિવસે તે પૃથ્વીથી સૌથી વધારે નજીક હશે. મહત્વની વાત એ છે કે, આ કોઈ યંત્ર વખર પણ નરી આંખે જોઈ શકાશે. આ તારો દક્ષિણી ગોળાર્ધમાં સ્પષ્ટ જોઈ શકાશે. તો ઉત્તરી ગોળાર્ધમાં તે આ મહિનાના અંતમાં જોવા મળી શકે છે.

    પુચ્છલ તારા સહિત ખગોળિય પિંડો પર વૈજ્ઞાનિકોની સતત નજર

    ખગોળશાસ્ત્રી હાલમાં લગભગ 2000 ક્ષુદ્રગ્રહ, પુચ્છલ તારા જેવા ખગોળીય પિંડો પર નજર રાખીને બેઠા છે. તેમને રોજ આવા નવા પિંડ મળતા પણ રહે છે. કેમ કે આ તારા અને ગ્રહોની એક વિશેષ કક્ષા હોય છે, અને તે સૂર્યનું ચક્કર લગાવતા રહે છે, જેથી તેમની પૃથ્વી સાથે ટક્કર આમ તો નહી બરાબર હોય છે. છેલ્લી વખત 6 કરોડ 60 લાખ વર્ષ પહેલા એક ક્ષુદ્રગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો, જેના કારણે ડાયનોસોરની પ્રજાતીનો ધરતી પરથી સફાયો થઈ ગયો હતો. આ સિવાય કેટલાક ઉલ્કાપિંડો પણ અવાર-નવાર પૃથ્વી તરફ આવતા રહે છે.

    તો શું પુચ્છલ તારો ટકરાઈ શકે છે પૃથ્વી સાથે

    કેટલીક વખત આ આશંકા જરૂર થાય છે કે કોઈ પુચ્છલ તારો પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેનું કારણ એ હોય છે કે, આ તારા ખુબ લાંબા સમય બાદ સૂર્યની નજીક આવે છે અને તેજ સમયે પૃથ્વી પાસેથી પસાર થાય છે. તેઓ પૃથ્વી-સૂર્યની પાસે આવે છે ત્યારે તેમની ચમક પણ વધી જાય છે. ુરંતુ તેનો મતલબ એ નથી કે તે પૃથ્વી સાથે ટકરાવવાના છે.

    તો શું ભવિષ્યમાં કોઈ ગ્રહ-તારો પૃથ્વી સાથે ટકરાઈ શકે છે

    આમ તો નાસા અને અન્ય અંતરીક્ષ એજન્સીઓ અંતરીક્ષ પિંડો પર સતત નજર રાખી રહી છે, પરંતુ હજુ સુધી કોઈએ એ નથી જોયું કે, કોઈ પિંડ પૃથ્વીથી ટકરાવવાનો છે. આ એજન્સી સમય-સમય પર આ તમામ પિંડોના રસ્તાનું મુલ્યાંકન કરતી રહે છે. તો પણ આ પિંડો આગામી સમયમાં અથવા મહિનાઓમાં પોતાનો રસ્તો બદલી પણ શકે છે. જોકે, નાસા અનુસાર, આગામી કેટલાક વર્ષ તો પૃથ્વી સાથે કોઈ મોટી વસ્તુ ટકરાય તેવું જોવા નથી મળી રહ્યું.
    First published:May 02, 2020, 17:33 pm