નિવૃત્ત થયું કારગિલ યુદ્ધનું 'કિંગ' MIG-27, જોધપુરમાં 7 ફાઇટર પ્લેનોએ ભરી અંતિમ ઉડાન

News18 Gujarati
Updated: December 27, 2019, 10:33 AM IST
નિવૃત્ત થયું કારગિલ યુદ્ધનું 'કિંગ' MIG-27, જોધપુરમાં 7 ફાઇટર પ્લેનોએ ભરી અંતિમ ઉડાન
કારગિલ યુદ્ધના હિરો ગણાતાં મિગ-27એ રાજસ્થાનના જોધપુર એરબેઝ ખાતે પોતાની અંતિમ ઉડાન ભરી

કારગિલ યુદ્ધના હિરો ગણાતાં મિગ-27એ રાજસ્થાનના જોધપુર એરબેઝ ખાતે પોતાની અંતિમ ઉડાન ભરી

  • Share this:
જોધપુર : વર્ષ 1999ના કારગિલ યુદ્ધ (Kargil War)માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા અને ભારતીય વાયુસેનામાં ત્રણ દશકથી વધુ સમય સુધી સેવામાં રહેનારા ફાઇટર પ્લેન મિગ-27 (MIG-27)શુક્રવારે અંતિમ વાર ઉડાન ભરી. રાજસ્થાન (Rajasthan)ના જોધપુર એરબેઝ (Jodhpur Air Base) ખાતે 7 ફાઇટર પ્લેનોએ પોતાની અંતિમ ઉડાન ભરી. આ દરમિયાન વાયુસેનાના અનેક મોટા અધિકારી ઉપસ્થિત રહ્યા. વિદાય દરમિયાન મિગ-27ને સલામી પણ આપવામાં આવી. મિગ-27એ ત્રણ દશક સુધી ભારતીય વાયુસેનાની સેવા કરી.

અધિકારીઓએ જણાવ્યું કે, સ્વિંગ..વિંગ ફાઇટર પ્લેન વાયુસેનામાં અનેક દશકો સુધી ગ્રાઉન્ડ...અટેક ફ્લીટમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યું છે. હવે ભારતીય વાયુસેના સાથે પ્લેનોને પોતાના સ્ક્વાડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપવામાં આવી છે.

આ પહેલા, રક્ષા મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, સ્વિંગ...વિંગ ફ્લીટનું ઉન્નત સંસ્કરણ 2006થી વાયુસેનાના સ્ટ્રાઇક ફ્લીટનું ગૌરવ રહ્યું છે. અન્ય તમામ સંસ્કરણ જેમ કે મિગ-23 બીએન અને મિગ-23 એમએફ અને વિશુદ્ધ મિગ-27 વાયુસેનાથી પહેલા ન નિવૃત્ત થઈ ચૂક્યા છે.રક્ષા મંત્રાલયે શું કહ્યું?

રક્ષા મંત્રાલયે કહ્યું કે, આ ફ્લીટે ઐતિહાસિક કારગિલ યુદ્ધ દરમિયાન ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે તેણે દુશ્મનના ઠેકાણાઓ પર રૉકેટ અને બોમ્‍બ ચોકસાઇથી ફેંક્યા હતા. આ ફ્લીટે ઑપરેશન પરાક્રમમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નંબર-29 સ્ક્વાડ્રન વાયુસેનામાં મિગ-27 અપગ્રેડ પ્લેનોમાં સંચાલિત કરનારું એકમાત્ર યૂનિટ છે. ઉન્નત સંસ્કરણે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં હિસ્સો લીધો છે.

મંત્રાલયે કહ્યું કે, સ્ક્વાડ્રનની સ્થાપના 10 માર્ચ 1958ના રોજ વાયુસેના હલવારામાં ઓરાયન (તૂફાની) પ્લેનથી કરવામાં આવી હતી. વર્ષો સુધી સ્ક્વાડ્રનને અનેક પ્રકારના પ્લેનોથી સજ્જ કરવામાં આવ્યું જેમાં મિગ-21 ટાઇપ 77, મિગ-21 ટાઇપ 96, મિગ-27 એમએલ અને મિગ-27 અપગ્રેડ સામેલ છે.

વાયુસેનાએ પોતાના ટ્વિટમાં આ કહ્યું

આ અગાઉ, મિગ-27 પ્લેનોને 27 ડિસેમ્બરે સેવાથી નિવૃત્ત કરવા માટે જોધપુર સ્થિત વાયુસેનાના એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભારતીય વાયુસેનાએ મિગ-27ની શુક્રવારે અંતિમ ઉડાન વિશે ટ્વિટ કર્યું. વાયુસેનાએ ટ્વિટ કર્યું કે, ભારતીય વાયુસેના કાલે તાકાતવાન મિગ-27ને વિદાય આપશે. 27 ડિસેમ્બર 2019ના રોજ એરફોર્સ સ્ટેશન, જોધપુરમાં યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં ભવ્ય સમારોહમાં પ્લેનને સેવાથી હટાવવામાં આવશે.

આ પણ વાંચો, જન્મદિવસે જ શહીદ થયો આર્મી જવાન, નવોઢાએ ચિતા પર આપી અંતિમ વિદાય
First published: December 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading