Home /News /national-international /અનોખી સિદ્ધિ: કોલેજ સ્ટુડન્ટ બન્યો અમેરિકાનો સૌથી યુવા ‘બ્લેક મેયર’, ઉંમર માત્ર 18 વર્ષ!

અનોખી સિદ્ધિ: કોલેજ સ્ટુડન્ટ બન્યો અમેરિકાનો સૌથી યુવા ‘બ્લેક મેયર’, ઉંમર માત્ર 18 વર્ષ!

અમેરિકામાં 18 વર્ષીય અશ્વેત યુવક સૌથી યુવા મેયર બન્યો

Jaylen Smith: અમેરિકાના અર્કાન્સાસ રાજ્યના 18 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ જેલેન સ્મિથ દેશમાં ચૂંટાયેલા સૌથી યુવા અશ્વેત મેયર બન્યા છે. શહેરના ટોચના નેતા તરીકે સેવા આપનાર તે યુ.એસ.માં સૌથી યુવા લોકોમાંના એક બન્યા છે.

અર્કાન્સાસઃ અમેરિકાના અર્કાન્સાસ રાજ્યમાં 18 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ જેલેન સ્મિથ દેશમાં ચૂંટાયેલો સૌથી નાની ઉંમરનો અશ્વેત મેયર બની ગયો છે. શહેરના ટોચના નેતા તરીકે સેવા આપનાર તે યુ.એસ.માં સૌથી યુવા લોકોમાંના એક બન્યા છે. બિનસત્તાવાર પરિણામો અનુસાર, જેલેન સ્મિથે નાઓમી મેથ્યુઝના 183 મતો સામે 235 મતોની લીડથી જીત મેળવી હતી.

સ્મિથ અગાઉ ચૂંટાયેલા મેયરના મુઠ્ઠીભર લોકોમાંનો સમાવેશ થાય છે, જેમાં માઈકલ સેશન્સનો સમાવેશ થાય છે, તેઓ 2005માં હિલ્સડેલ-મિશિગનના મેયર તરીકે ચૂંટાયા હતા. ત્યારે તેઓ 18 વર્ષના હતા અને જ્હોન ટેલર હેમન્સ, તેઓ 2008માં 19 વર્ષીય મસ્કોગી, ઓક્લાહોમાના મેયર તરીકે ચૂંટાયા હતા. સ્મિથે મે મહિનામાં અર્લ હાઇસ્કૂલમાંથી ડિગ્રી મેળવી છે.

આ પણ વાંચોઃ 50 વર્ષના શિક્ષકે 20 વર્ષની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા

અભ્યાસ ચાલુ રાખીને મેયરની ફરજ નિભાવશે


નવા મેયરે પોલીસ દળમાં સુધારો કરવા, શહેરની ડ્રેનેજ સિસ્ટમનું સમારકામ કરવા, ત્યજી દેવાયેલા ઘરોને સુધારવા અને સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવાની પણ હિમાયત કરી હતી. સ્મિથ અર્કાન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ રાખશે. આ દરમિયાન તેઓ તેમના મેયર તરીકેની ફરજો પણ નિભાવતા રહેશે. તેમણે કહ્યુ હતુ કે, ‘હું ચૂંટણીમાં જીત મેળવવા માટે મારા તમામ સમર્થકોનો આભાર માનું છું. હું ખરેખર તમારા બધાનો આભારી છું.’

આ પણ વાંચોઃ ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નૂએ RPG હુમલાની જવાબદારી લીધી

1800 રહેવાસીઓનાં નગર પર જીત


સ્મિથે બુધવારે વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યુ હતુ કે, ‘મારી માતા રડવાનું રોકી શકતી નથી.’ બીબીસીના અહેવાલ અનુસાર, એક ડેમોક્રેટ સ્મિથે 1,800 રહેવાસીઓનાં શહેરમાં જીત મેળવી છે. કારણ કે મોટાભાગના અમેરિકન રાજકીય નિરીક્ષકોએ જ્યોર્જિયામાં સેનેટની સ્પર્ધામાં ભાગ લીધો હતો. શહેરના રસ્તા અને સ્વચ્છતાના મુદ્દાઓ મામલે જીત મેળવવા માટે તેમણે ફેસબુક પર લખ્યુ હતુ કે, ‘અર્લનો હવે વધુ સારો સમય આવ્યો છે.’
First published:

Tags: Mayor, US, US Election

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો