Crime News: રાજસ્થાનમાં 5 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીનીએ વ્હાલું કર્યું મોત
Crime News: રાજસ્થાનમાં 5 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીનીએ વ્હાલું કર્યું મોત
ઘટના સ્થળની તસવીર
Rajasthan Crime News: એક ખાનગી કોલેજના વિદ્યાર્થીએ ઝેર ખાઈને આત્મહત્યા (Suicide by consuming poison) કરી લીધી. આ બનાવને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ભરતપુર જિલ્લાના હલેના પોલીસ સ્ટેશન (Halaina Police Station) વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજના વિદ્યાર્થીએ ઝેર ખાઈને આત્મહત્યા (Suicide by consuming poison) કરી લીધી. આ બનાવને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ આ અંગે મૃતક વિદ્યાર્થીના પિતાએ હલેના પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ કેસ (Police Case) નોંધાવ્યો છે.
મૃતકના પિતાએ પોતાના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થિનીને કોલેજના 5 વિદ્યાર્થીઓ અને એક મહિલા અને એક પુરૂષ શિક્ષક દ્વારા હેરાન (Harassment) કરવામાં આવી રહી હતી. મૃતકના પિતાએ કોલેજના જ 5 વિદ્યાર્થીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમની પુત્રી સાથે ખોટું કામ કરવા માંગતા હતા. તેને આવું કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું.
મૃતકના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ મામલે વિદ્યાર્થીએ ભૂતકાળમાં કોલેજમાં ફરિયાદ પણ કરી હતી. પણ તેને ઠપકો આપીને ચૂપ કરી દેવામાં આવr. વિદ્યાર્થીની ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી હતી. પરંતુ તે તેના મામાની ઘરે રહીને ખાનગી કોલેજમાંથી BA B.Edનો અભ્યાસ કરતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે યુવતી 5 એપ્રિલે કોલેજ પહોંચી, તો ત્યાંના પાંચ વિદ્યાર્થીઓએ તેને હેરાન કરી હતી. જે બાદ યુવતી ઘરે પરત ફરી હતી. ઘરે પહોંચ્યા બાદ તેણે ઝેર પી લીધું હતું.
સારવાર દરમિયાન તોડ્યો દમ
જે બાદ પરિવાર તેને આરબીએમ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારજનોને સોંપ્યો હતો. જે બાદ 6 એપ્રિલે મોડી સાંજે મૃતક વિદ્યાર્થીના પિતાએ આ મામલે કેસ દાખલ કર્યો છે.
કેસની દરેક કડી જોડવામાં લાગી પોલીસ
હાલના પોલીસ સ્ટેશને મૃતકના પિતાની જાણના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પોલીસે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ કેસના તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. મૃતકના પિતાની ફરીયાદ અને નિવેદનનોના આધારે પોલીસ આ કેસની તમામ કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાર બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર